મોરબીમાં ધાર્મિક સ્થળો પાસે ધમધમતા કતલખાના, નોનવેજની લારીઓને બંધ કરાવવા બોલાવાઇ રામધૂન

મોરબીના વિવિધ હિંદુ સંગઠન દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ મેયર કે કમિશનર કચેરી ખાતે હાજર ના હોવાથી કચેરી ખાતે…

મોરબીના વિવિધ હિંદુ સંગઠન દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ મેયર કે કમિશનર કચેરી ખાતે હાજર ના હોવાથી કચેરી ખાતે રામધુન અને મહાનગરપાલિકા હાય હાયના નારા લાગાવ્ય હતા.તેમજ ડે કમિશનરને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યુ હતું કે રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે કતલખાના મુદ્દે સ્થાનિકો દ્વારા છેલ્લા 9 વર્ષથી અને સંગઠન દ્વારા છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ અંગે 1 મહિના અગાઉ પણ તંત્રને રજૂઆત કરાઈ હતી. જે બાદ માત્ર કાગળ પર આશ્વાસન આપી નોટિસો ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, આમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ નક્કર કામગીરી થઈ નથી અને મોરબીના અનેક વિસ્તારોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ છે.

આગેવાને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવે તો તેઓ માત્ર ફોન કરીને લારીઓ બંધ કરાવી દેવાનું કહે છે. પાલિકાના કેટલાક અધિકારીઓ અને ફૂડ-સેનિટેશન વિભાગના કર્મચારીઓ ત્યાં ચેકિંગમાં જતા પણ ડરે છે અથવા તો મિલીભગત ચલાવી રહ્યા છે. અન્ય સામાન્ય રોજગાર મેળવતા નાના વેપારીઓની લારીઓ તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે, પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જો તંત્ર પાસે વૈકલ્પિક જગ્યા હોય તો તે ફાળવવી જોઈએ, પરંતુ હાલ તો આ લારીઓ અને કતલખાના તાત્કાલિક બંધ કરાવવાની સંગઠનની માંગ છે.

જે મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે મહાપાલિકાએ વિવિધ તહેવારો નિમિતે કમિશરના જાહેરનામાં અનુસંધાને કતલખાના અને દુકાનો બંધ રાખવા સુચના આપવામાં આવી હતી જેથી શ્રાવણ માસ દરમિયાન પણ કતલખાના અને માસ, મટન અને ઈંડાની લારીઓ બંધ રાખવામાં આવી હતી તેમજ હાલમાં આ દુકાનોને ફૂડ વિભાગનું લાયન્સ મળેલ ના હોય જેથી બીનાધીકૃત ગણાય છે કાયમી ધોરણે બંધ કરવા માટે 14 ઇસમોને નોટીસ આપવામાં આવી છે આગમી વીકની અંદર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે તેમજ અન્ય દુકાનો કે કતલખાના પણ ધ્યાને આવશે તો તેને પણ નોટીસ આપી સીલ કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *