રાજુલામાં રહેતા વેપારીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેપારીનો કોહવાયેલો મૃતદેહો મળતા પોલીસે રાજકોટ હોસ્પીટલમાં ફોરેન્સીક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં સતરીયા રોડ પર શિક્ષક સોસાયટીમાં રહેતા હર્ષાભાઇ ચંદ્રકાંતભાઇ ડાભી ઉ.વ.32) નામના યુવાને તેના બીજા મકાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાદમાં કોહવાયેલી હાલતમાં મકાનમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તે શિવ શક્તિ ટ્રેડર્સ નામે દુકાન ચલાવી સિમેન્ટ, પતરાનો વેપાર કરતો હતો તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
