રાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશે

નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગો પણ…

નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગો પણ છવાશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે મેળામાં દેશભક્તિ અને કળાનો અનોખો સંગમ જોવા મળશે, જેમાં તા.02/09/2026 અને 03/09/2026ના રોજ દેશનું પ્રખ્યાત નેવી બેન્ડ ખાસ પર્ફોર્મન્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, દરરોજ સાંજે 4:00 થી રાત્રે 8:00 વાગ્યા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

આ પાંચ દિવસીય ઉત્સવમાં નામાંકિત કલાકારો રાજકોટની જનતાને મનોરંજન પૂરું પાડશે. મુખ્ય કલાકારોના કાર્યક્રમની વિગત જોઈએ તો, તા.02/09/2026ના રોજ પ્રખ્યાત કલાકાર ગોપાલ ભરવાડ, તા.03/09/2026ના રોજ લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા.04/09/2026ના રોજ સાંત્વની ત્રિવેદી, તા.05/09/2026ના રોજ ઉદય ધાંધલ અને અંતિમ દિવસે તા. 06/09/2026ના રોજ સાગર કાચા તથા દિવ્યેશ જેઠવાની જોડી પ્રદર્શન કરશે. લોકમેળા દરમિયાન નેવી બેન્ડની સુરાવલી અને સ્થાનિક કલાકારોનો સુમધુર સંગમ રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *