રાજકોટના યુવાને જમીન ખરીદી તો ખબર પડી કે બીજાનો કબજો છે; પરિવારને પતાવી દેવાની ધમકી

રાજકોટ શહેરમાં મોરબી રોડ પર રહેતા યુવાને જસદણના બળધોઇ ખાતે જમીન ખરીદી હતી. આ જમીનની માપણી કરાવતા એક શખ્સે તેને પર કબજો કરી લીધાનુ જાણવા…


રાજકોટ શહેરમાં મોરબી રોડ પર રહેતા યુવાને જસદણના બળધોઇ ખાતે જમીન ખરીદી હતી. આ જમીનની માપણી કરાવતા એક શખ્સે તેને પર કબજો કરી લીધાનુ જાણવા મળ્યુ હતુ. જમીન ખરીદયાની જાણ થતા આરોપીએ ફરીયાદી યુવાનને અલગ અલગ નંબરોમાંથી જાનથી મારી નાખવાની અને પરીવારને પતાવી દેવાની ધમકીઓ આપતા યુવાને સ્થાનીક બી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ પોલીસે આ અરજીમાં આરોપી સામે કોઇ કાર્યવાહી નહી કરતા અંતે યુવાને પોલીસ કમિશનરને લેખીતમાં ફરીયાદ આપવાની ફરજ પડી હતી.


મળતી વિગતો મુજબ મોરબી રોડ પર રહેતા રમેશભાઇ મનજીભાઇ જાદવ નામના યુવાને પોતાની લેખીત અરજીમાં જયવીર અશોક ભોજકનુ નામ આપતા તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં રમેશભાઇએ કરેલી આક્ષેપો સાથેની અરજીમાં જણાવ્યુ હતુ કે તેઓ જમીન મકાન લે વેચનુ કામ કરે છે. તેઓએ રાજકોટ જીલ્લાનાં જસદણ તાલુકાનાં મોજે ગામ બળધોઇમાં આવેલી જમીન પ્રતાપભાઇ જગુભાઇ વાળા પાસેથી ખરીદી હતી.

જમીન ખરીદયા બાદ તેમની માપણી કરાવતા તેની અડધી જમીનમાં જયવીર ભોજકે કબજો કરી લીધાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ કબજો કરી લેનાર જયવીર ભોજક નામના શખ્સને ખબર પડી કે રાજકોટના રમેશભાઇ જાદવે આ જમીન ખરીદી લીધી છે ત્યારબાદ તેઓએ અલગ અલગ નંબરમાંથી ફોન કરી રમેશભાઇને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમનો આ જમીન પર ઘણા વર્ષોથી કબજો છે તેમ જણાવ્યુ હતુ. ડરી ગયેલા પરિવારે બી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરતા અરજીની તપાસ ભગવતીપરા ચોકીમાં મોકલાઇ હતી. આ ઘટનામાં તપાસ કરતા અધિકારીએ આરોપીનો કોઇ સંપર્ક થતો નથી તેમજ આવા ફોનથી ડરવાનુ ન હોય તેમ કહી નિવેદનમાં સહી કરાવી તપાસ કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *