ક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યું

શિયાળાની સિઝન જામી છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે આજે નાતાલની જાહેર રજા હોવા છથાં પણ…

શિયાળાની સિઝન જામી છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે આજે નાતાલની જાહેર રજા હોવા છથાં પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં રજારદ કરી અને હરરાજી સહિતનુંકામકાજ શરૂ રાખવામાં આવ્યું હતું. આજે યાર્ડમાં જણસી લઈને આવેલા ખેડુતોને એન્ટ્રી આપવામાં આવી હતી. અને ઉતરાઈ પણ કરવામાં આવી હતી.

દરમિયાન આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ચેરમેન જયેશભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સવર્નિુમતે કરાયેલા નિર્ણય અનુસાર યાર્ડને લાગુ પડતી ન હોય તેવી અનેક જાહેર રજાઓ રદ કરીને મહત્તમ દિવસો કામ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે જે અંતર્ગત નાતાલની જાહેર રજા પણ રદ કરાઇ હોય આજે રાબેતા મુજબ કામકાજ ચાલુ રહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે યાર્ડને પ્રત્યક્ષ રીતે લાગુ પડતી ન હોય તેવી મોટાભાગની રજાઓ રદ કરાઇ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોને સ્પર્શતી હોય છતાં જાહેર રજા ન હોય તેવા દિવસો જેવા કે અષાઢી બીજ, ભીમ અગિયારસ જેવા દિવસોની રજા રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *