રાજયના વાહનવ્યવહાર વિભાગે ગત મોડી રાત્રે એસટી તંત્રમાં બદલીઓના લીથો કાઢયો છે. રાજકોટના કાર્યકારી ડીવીઝનલ નિયામક કરોતરાની બદલી કરી અમદાવાદ મૂકયા છે. તેમના સ્થાને રાજકોટના નવા ડિવીઝનલ નિયામક અમદાવાદના એચ.એસ.જોષીની નિમણૂંક કરાઇ છે. આ આ ઉપરાંત અનેક ડેપોમેનેજર, ડીટીઓડીએમઇ તથા અન્ય કેડરના કુલ 71 અધીકારીઓની બદલી થઇ છે. રાજકોટ બસ ડેપોના ડેપોમેનેજર વી.બી.ડાંગરની જૂનાગઢ ડીટીઓ તરીકે બદલી થતા તેમના સ્થાને અમરેલી ડીટીઓ શ્રી હિરીબેન દ્વારા રાજકોટના નવા ડેપો મેનેજર બન્યા છે.
અનેક ડેપોમેનેજરને વિભાગીય નિયામક તરીકે બઢતી પણ અપાઇ છે. તંત્ર દ્વારા નવસારી, જૂનાગઢ, પાલનપુર, અમરેલી, ભુજ, ભાવનગર, અમદાવાદ, પાલનપુર, બોટાદ, બરવાળા, જામનગર, પાલીતાણા, સુરત, ધંધૂકા, હિંમતનગર, વિગેરે શહેરના ડેપોમેનેજર, ડીએમઇ સહિતના કેડરના અનેક અધીકારીઓની બદલી કરાઇ છે.
