રાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ વાગડિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ…

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ વાગડિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ પર નિયમિત 1200 થી વધુ બસોની અવરજવર રહે છે અને અંદાજે 60,000 મુસાફરો આવજા કરી રહ્યા છે.

ત્યારે આ મુસાફરોને નિગમની બસો અંગે અગવડતા અંગે ફરિયાદ હોય કે કોઈ સૂચન હોય તો ફરિયાદ કરવા માટે ઓનલાઇન ફરિયાદ/લેખિત ફરિયાદ/ફરિયાદ પોથીમાં ફરિયાદ કરવા માટેના વિકલ્પ આપવામાં આવ્યા છે. જે અંગે જે તે ડેપોના ડેપો મેનેજર દ્વારા મળેલ ફરિયાદની ચકાસણી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા જરૂૂરી સૂચનાઓ લેખિતમાં આપવામાં આવેલ છે. ગઈકાલે અમરેલી ડેપો ની એક બસમાં મુસાફરો માટે ખામીયુક્ત સેવાઓ હોય જે અંગે પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં ફરિયાદ પોથી માગી ત્યારે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરે કહ્યું ફરિયાદ બુક નથી જેથી ફરજ પરના ઉચ્ચ અધિકારી અને સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા ફરિયાદ પોથી અંગે ફરિયાદ માગતા કહેવામાં આવ્યું કે ટિકિટ બતાવો. ટિકિટ બતાવવા છતાં કહેવામાં આવ્યું કે આ ટિકિટ ન ચાલે આ તો 20 તારીખ ની ટિકિટ છે.

આ ન ચાલે એટલે કે તમે ઉતરો અને તરત જ તમે ફરિયાદ કરો તો જ ચાલે રાજકોટ બસપોર્ટ પર ડેપો મેનેજર ના મનઘડત કાયદા, ઘરની ધોરાજી, અંગે વધુ એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી, એસ.ટીના એમ.ડી અને વિભાગીય નિયામકને લેખિત ફરિયાદો કરવામાં આવી છે. ડેપો મેનેજર દ્વારા ફરિયાદ પોથી આપવાના બદલે ઓનલાઇન ફરિયાદ કરવાનો હઠાગ્રહ શા માટે ? ઓનલાઇન ફરિયાદ થતી નથી. તમે કોઈ ગેસ્ટ ને મુકવા જાવ અને બસનો તૂટેલો કાચ કે બસમાં કે એસ.ટી બસપોર્ટ માં ખામીયુક્ત સેવા હોય તો ફરિયાદ કે સૂચન નહીં કરી શકો. કારણકે રાજકોટ ડેપો એ ટિકિટ હોય તો જ ફરિયાદ કરી શકાય એવો મૌખિક આદેશ ડેપો મેનેજર દ્વારા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જામનગર ડિવિઝન હેઠળના દ્વારકા ડેપોમાં ફરિયાદ બુક આપવામાં ન આવતા સરકારના 2042 ના પરિપત્રના ઉલ્લંઘનબદલ જામનગરના ડિવિઝન કંટ્રોલર દ્વારા ટ્રાફિક કંટ્રોલર ને તારીખ 27-10-2025 ના રૂૂપિયા બસો નો દંડ ફટકારવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *