રાજકોટ રેન્જ IG અશોક કુમારને કેન્દ્ર સરકારમાં નિયુક્તિ માટે એમ્પેનલ કરાયા

    ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારીઓને કેન્દ્રમાં આઈજી(IG – Inspector General)…

 

 

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારીઓને કેન્દ્રમાં આઈજી(IG – Inspector General) કક્ષાના પદ માટે એમ્પેનલ કરવામાં આવ્યા છે. આ નિમણૂક પ્રક્રિયાને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના પોલીસ-ઈં ડિવિઝન દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મહત્વનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ ઓર્ડર મુજબ દેશભરના કુલ 13 આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેને સમકક્ષ પદ ધારણ કરવા માટે લાયક ગણવામાં આવ્યા છે, જેમાં ગુજરાત કેડરના બે અધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના આ અધિકારીઓની થઈ પસંદગી છે. જેમાં આર. વી. અસારી 2006ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું નામ First Review’ અંતર્ગત આઈજી પદ માટે એમ્પેનલ કરવામાં આવ્યું છે.

અશોક કુમાર 2003ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું નામ ‘Second Review અંતર્ગત આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અશોકકુમાર હાલ રાજકોટ રેન્જના આઈજી તરીકે ફરજ બજાવે છે. આ એમ્પેનલમેન્ટ બાદ હવે આ બંને અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જઈ શકશે અને ત્યાં આઈજી અથવા તેને સમકક્ષ મહત્વની જવાબદારીઓ સંભાળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *