જંકશન યાર્ડના ડાઉન મેઇન લાઇનના બાકી રહેલા કામને લઇ લેવાયો નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર બાકી રહેલા વિકાસના કાર્યોને પૂર્ણ કરવા માટે લાઈન નંબર 4 પર નિર્ધારિત બ્લોકને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 59564/59563 રાજકોટપોરબંદરરાજકોટ પેસેન્જરના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા અને રેલ સંચાલનને સુચારુ બનાવી રાખવાના હેતુથી ઉપરોક્ત ટ્રેનનો આંશિક પ્રારંભ અને આંશિક સમાપન ભક્તિનગર સ્ટેશન પર કરવામાં આવશે.
આ વ્યવસ્થા 24 નવેમ્બર 2026 થી 28 ડિસેમ્બર 2026 સુધી કુલ 35 દિવસ માટે ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસો પર અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન રાજકોટ સ્ટેશનના સ્થાને ભક્તિનગર સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂૂ કરશે અને આ જ સ્ટેશન પર મુસાફરી સમાપ્ત કરશે. પરિણામે, આ ટ્રેન રાજકોટ અને ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ આ અસ્થાયી સંચાલન ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.
