ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ પોલીસની મહિલા ટીમ ત્રીજી વખત ચેમ્પિયન

પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ અને ટીમ સ્પીરીટ ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા ડીજીપી કપ…


પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ અને ટીમ સ્પીરીટ ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધા 2024 નું આયોજન તા. 14 થી 16 દરમિયાન કરવામાં આવ્યું હતું ભાવનગર ખાતે યોજાયેલ સ્પર્ધામાં રાજકોટ શહેર મહિલા પોલીસ ટીમે વડોદરા રેંજને 11 પોઈન્ટની લીડથી તેમજ સુરત શહેરને 03 પોઈન્ટની લીડથી હરાવી વિજેતા બની મહિલા વિભાગમાં રાજકોટ શહેર પોલીસ ટીમ ચેમ્પિયન બની છે.


ટુર્નામેન્ટમાં મહિલા પોલીસ કર્મચારીઓ કૃપાબેન દિનેશભાઈ, કેયાબેન રાજેશભાઈ, સોનલબેન ગણેશપરી, બંસીબેન રમેશભાઈ, શિલ્પાબેન વાલજીભાઈ, ભાગ્યલક્ષ્મીબા નરવીરસિંહ, ભાવનાબેન પોપટભાઈ, જયનાંબેન ખીમાભાઈ, ધ્રુતીબેન દિનેશભાઈ, હેતલબેન નારણભાઈ ભાગ લઈને પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. ટુર્નામેન્ટમાં સારૂૂ પરફોર્મન્સ તેમજ વધારે પોઈન્ટ મેળવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કૃપાબેન દિનેશભાઈ રાજકોટ શહેરનાને જાહેર કરવામાં આવ્યા છે.


ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર પૂજા યાદવ, એસીપી એમ આઈ પઠાણ, આર.પી.આઈ. એસ. બી. ઝાલાએ અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *