વડોદરા ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા યોજાયેલ એથ્લેટિક મિટમાં રાજકોટના ખેલાડી ધ્યેય નીરવભાઈ ખેરસરિયા અન્ડર 11માં 60 મીટર દોડ રેસમાં 4વિં રેન્ક મેળવી સિદ્ધિ હાંસલ કરી તેમજ કીર્તન મનનભાઈ માનકોડિયા એ અંડર 9માં 60 મીટર દોડ રેસમાં 5વિં રેન્ક મેળવેલ હતો.
ઉલ્લેખનીય છે કે આ ખેલાડીઓ ને રાજકોટ માં રેસકોર્સ ખાતે આવેલ એથ્લેટિક ગ્રાઉન્ડમાં ભાવિક સર દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ છેલ્લા ઘણા સમયથી બાળકો દ્વારા સતત પ્રેક્ટિસ કરી જુદી જુદી દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ પૂરું પાડી ગુજરાત રાજ્ય કક્ષાએ રેન્ક મેળવેલ છે.
ભાવિક સર દ્વારા બાળકોને શારીરિક કૌશલ્ય વિકાસ માટે ફૂડ સપ્લીમેન્ટ તેમજ વિવિધ એક્યુપમેન્ટ ની મદદથી બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બાળકોએ કયા સમયે કેવો ખોરાક લેવો તેમજ કેટલો આરામ કરવો આ બધી જ બાબતોનું ધ્યાન રાખી બાળકમાં રહેલ શક્તિને બહાર લાવવા બાળકને યોગ્ય પ્રેક્ટિસ અને માર્ગદર્શન દ્વારા સિદ્ધિ હાંસલ કરવામાં મદદરૂૂપ થયેલ છે. ભવિષ્યમાં પણ આ બાળકો ગુજરાત રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લઈ રાજકોટ અને સૌરાષ્ટ્ર નું નામ રોશન કરે તો નવાઈ નહીં.