રાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈ

દાવેદારી સમયે પણ અતુલ પંડિતે ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ મુકી હતી રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા…

દાવેદારી સમયે પણ અતુલ પંડિતે ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ મુકી હતી

રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના જીતેલા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેના પછી સિનિયર નેતાએ પોસ્ટ કરી છે. શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન અતુલ પંડિતે પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટ વાઇરલ પણ થઈ છે અને ભાજપના વોટ્સએપ વર્તુળોમાં પણ ફરવા લાગી છે.તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે પ્રામાણિક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની આવશ્યકતા છે.

તેની સાથે તેમણે ઉમેર્યુ હતુ કે મંતવ્ય આપવાની મારી ફરજ છે, પરંતુ નિર્ણય લેવાનો પક્ષને અધિકાર છે. આમ અતુલ પંડિતની પોસ્ટના કારણે રાજકોટ ભાજપમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ પહેલા દાવેદારી વખતે પણ અતુલ પંડિતે પોસ્ટ કરી હતી. તેમણે અગાઉની પોસ્ટમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે. હવે રાજકોટ સિનિયર નેતાની પોસ્ટથી રાજકારણ ફરીથી ગરમાયું છે.

ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મૂકવામાં આવશે. આમ નવસારીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થતા તેના અંગેના નિર્ણયની જાહેરાત પ્રદેશ મોવડી મંડળ આગામી ગણતરીના દિવસોમાં કરે તેમ માનવામાં આવે છે. તેથી તેનો નિર્ણય શું આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *