રાજકોટ મહાનગર પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ગત શુક્રવારે વશરામભાઇ સાગઠીયા ભુજ ખાતે કોઇ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમને હળવો હાર્ટએટેક આવતા સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા બે નળી બ્લોકેજ હોવાનુ જણાતા સ્ટેન્ટ બેસાડવામા આવ્યા હતા અને ગઇકાલે સોમવારે જ તેમની તબીયત સ્વસ્થ થઇ જતા ભુજની હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. મનસુખભાઇ સાગઠીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ગત શુક્રવારે ભુજમાં મારી તબિયત લથડતા ત્યાની ચેપર હોસ્પિટલમાં સારવાર લીધી હતીફ બે વેનમાં બ્લોકેજ જણાતા સ્ટેન્ટ બેસાડયા બાદ સોમવારે રજા અપાતા હું રાજકોટ આવી ગયો છુ. અને હાલ હુ સંપૂર્ણ સ્વસ્થ છું. ડોટકરોએ થોડો સમય આરામની સલાહ આપી છે. બાકી મારી તબિયત ટનાટન છે અને ફરી કામે પણ લાગી ગયો છું.
રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને હાર્ટએટેક
રાજકોટ મહાનગર પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ગત શુક્રવારે વશરામભાઇ સાગઠીયા ભુજ ખાતે કોઇ પ્રસંગમાં હાજરી…
