બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ

પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…

પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ

બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી હતી. આ અંગે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મુળ બગસરાના નવા જાંજરીયાના વતની અને હાલ હરીયાણાના પલવલમાં રહેતા વિવેકભાઈ જીતેન્દ્રભાઈ કોલડીયા (ઉ.વ.26) એ રાજકોટના વર્ધમાન હાઈટ્સ વિભાગ 02 ફુટરીંગ રોડ પર રહેતા હાર્દનગીરી ભુપતગીરી રામદતી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને કાર લેવાની હતી.

ત્યારે હાર્દનગીરી રામદતીનો સંપર્ક કરતા તેણે વિવેકભાઈ કોલડીયાને વિશ્વાસમાં લઈ રૂૂપિયા 17.90 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વિવેકભાઈ કોલડીયાને કારની ડીલીવરી આપી ન હતી. તેમજ દસ લાખની લોન તેમજ રૂૂપિયા 3,29,500 વિવેકભાઈને પરત આપ્યા હતા. આ ઉપરાંત 4.60 લાખ પરત આપ્યા ન હતા અને છેતરપીંડી આચરી હતી. આ અંગે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ હિતેષભાઈ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *