જેલના કેદીઓ સાથે કર્યો સંવાદ
રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈનએ જૂનાગઢ ઓપન જેલ તેમજ જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન જુનાગઢ જિલ્લા જેલના અધિક્ષકો એચ. ઓ. વાળાને સાથે રાખી જેલમાં સર્કલ 1, 2, 3 તેમજ સલામતી વિભાગ, મહિલા વિભાગની મુલાકાત લેવાની સાથે ઓપન જેલ ખાતે કાર્યરત ગૌશાળાની વિવિધ જગ્યાની વિઝીટ કરી હતી.
સાથે સાથે રાજકોટ મધ્યસ્થ જેલ અધિકક્ષકએ જેલમાં કેદીઓ માટેની સુવિધાનું નિરીક્ષણ કરી જરૂૂરી સૂચન પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ જેલનાં કેદીઓ સાથે સવાંદ કર્યો હતો તેમજ ઓપન, જિલ્લા જેલમાં બંદીજનો માટેની સુવિધા અંગે એકંદરે સંતોષ વ્યક્ત કર્યો હતો.
