તા. ર1 ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર3.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. વર્ષની સૌથી લાંબામાં લાંબી રાત, શિશિર ૠતુનો પ્રારંભ અને સૂર્ય ઉત્તરગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે.
રવિવારથી સેક્ધડની ગણતરીએ દિવસ લાંબો થશે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત 1ર-1ર કલાકની બને છે. શનિવારે રાજકોટમાં 13 કલાક અને 18 મિનિટની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં રાત્રિ 13 કલાક 18 મિનિટ 11 સેક્ધડ, ભાવનગરમાં રાત્રિ 13 કલાક 14 મિનિટ 10 સેક્ધડ, જુનાગઢમાં રાત્રિ 13 કલાક 11 મિનિટ પ સેક્ધડ, ારકામાં રાત્રિ 13 કલાક 13 મિનિટ પ9 સેક્ધડ, અમદાવાદમાં 13 કલાક 17 મિનિટ 11 સેક્ધડ, મુંબઈમાં રાત્રિ 13 કલાક 01 મિનિટ ર7 સેક્ધડ, ઉજ્જૈનમાં રાત્રિ 13 કલાક 36 મિનિટ, 07 સેક્ધડ, દિબ્રુગઢમાં રાત્રિ 13 કલાક 36 મિનિટ 07 સેક્ધડ, કાશ્મીરમાં રાત્રિ 13 કલાક 43 મિનિટ પ6 સેક્ધડ, ક્ધયાકુમારીમાં રાત્રી 1ર કલાક ર1 મિનિટ 09 સેક્ધડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યાર બાદ તા. રર મી રવિવારથી રાત્રી ક્રમશ: ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પિરભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષ્ાિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે.