રાજકોટ ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટના પ્લેટફોર્મ ખાતે ભુજ ડિવિઝન હેઠળના નખત્રાણા ડેપો ની રાજકોટ થી સાંજે 6:45 કલાકે ઉપડતી એસ.ટી બસ નંબર GJ 18 Z 8543 સોમનાથ નખત્રાણા રૂૂટની સ્લીપર કોચ બસમાં ડ્રાઇવરના આગળનો મેન કાચમાં કંડકટર સાઈડમાં મોટી તિરાડો હતી જે તિરાડો ની લંબાઈ ડ્રાઇવર સાઈડ પણ જતી હોય અને રસ્તા પર વધારે થડકો આવે તો કદાચ કાચ કડડભુસ પણ થઈ જાય એ પ્રકારનો આ કાચ હતો. ત્યારે રાત્રિની ગાડી હોય આ પ્રકારના કાચ મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન હોય.
આ અંગે ગજુભા એ નખત્રાણા ડેપો મેનેજર ને એસ.ટી બસ પોર્ટ પરથી કાચ તાત્કાલિક બદલી નાખવા માટે ટેલિફોનિક રજૂઆત કરી હતી. અને આજરોજ પરિશિષ્ટ 13 મુજબ ડ્રાઇવરે બસમાં રહેલ ખામીઓ દર્શાવવાની હોય છે ત્યારે ડ્રાઇવરે ભરવામાં આવેલી લોગ સીટની નકલ અને કાચ કઈ તારીખે તૂટવામાં આવેલ હતો તેની સંપૂર્ણ વિગતો લેખિતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) મુજબ રાજકોટ ડેપોમાં ફરિયાદ કરી માગવામાં આવેલ છે.
નખત્રાણા ના ડેપો મેનેજરે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મેનેજરે એકાદ બે દિવસથી કાચ તૂટી ગયો છે પરંતુ કાચ તાત્કાલિક બદલી નાખવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓન ધ રોડ ચાલતી એસ.ટી બસોમાં આ પ્રકારની બેદરકારી અને લાપરવાહી ચલાવવામાં નહીં આવે મુસાફરોની સલામતી પ્રથમ સ્થાને છે. તૂટેલા કાચ અંગે બેદરકારી દાખવનાર સામે દંડનીય કાર્યવાહી અને સજા પણ થવી જોઈએ. તૂટેલા કાચ કે તૂટેલી બારી કે ખામીયુક્ત બસો ચાલવા દેવામાં આવશે નહીં.