રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને…

સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને ઝેર પી લીધું. જે બાદ ગંભીર હાલતમાં તેને એમડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે સતત સોશિયલ મીડિયા ટ્રોલિંગ, વાંધાજનક ટિપ્પણીઓ અને કથિત ધમકીભર્યા મેસેજના કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતી.

અનીતાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં સતત નાના થઈ રહેલા મહિલાઓના કપડાં પર તેમણે ટિપ્પણી કરી હતી અને ’કપડે હો ગયે છોટે, શર્મ કહાં સે આએ, રોટી હો ગઈ બ્રેડ તો તાકાત કહાં સે આયે, ફુલ હો ગયે પ્લાસ્ટિક કે તો ખુશ્બૂ કહાં સે આયે, ચહેરા હો ગયા મેકઅપ કા તો સાદગી કહાં સે આયે ઔર ખાના હો ગયા હોટલ કા તો સ્વાદ કહાં સે આયે?’

ત્યાર બાદ અનીતા સતત સોશિયલ મીડિયા પર મહિલા ઇન્ફ્લૂએન્સર્સના ટાર્ગેટ પર આવી ગઈ. આ દરમ્યાન પુરુષો પણ તેને ટ્રોલ કરવા લાગ્યા. સતત ટ્રોલર્સના જવાબ આપતા આપતા થાકી ગઈ. આખરે તેણે હાર માની લીધી અને આજે ઝેરી દવા પી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *