સૌરાષ્ટ્રમાં વરસાદના ખમૈયા, અઠવાડિયા સુધી માત્ર ઝાપટા પડશે

બંગાળની ખાડીનું અપર-એર સરકયુલેશન ઉત્તર તરફ ખસી રહ્યું છે, સામાન્ય વરસાદની હવામાન ખાતાની આગાહી સામાન્ય રીતે કહેવાતું હોય છે કે, ભાદરવો ભરપૂર. એટલે કે, ભાદરવામાં…

બંગાળની ખાડીનું અપર-એર સરકયુલેશન ઉત્તર તરફ ખસી રહ્યું છે, સામાન્ય વરસાદની હવામાન ખાતાની આગાહી

સામાન્ય રીતે કહેવાતું હોય છે કે, ભાદરવો ભરપૂર. એટલે કે, ભાદરવામાં સારો વરસાદ થતો હોય છે. જોકે, આજની હવામાન વિભાગની આગાહી આનાથી થોડી અલગ હોય તેવું લાગી રહ્યું છે. આગામી સાત દિવસ એટલે કે 26 ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય તેવી આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે સાત દિવસ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતભરમાં આગામી સાત દિવસ (પહેલી સપ્ટેમ્બર સુધી) ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 28મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓડિશા-પશ્ચિમ-બંગાળ કિનારાથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સરક્યુલેશનના પ્રભાવ હેઠળ, ઓડિશા કિનારાથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર આજે 05.30 કલાકે ભારતીય સમય મુજબ એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે અને આજે 26 ઓગસ્ટ 2025 ના રોજ 08.30 કલાકે મુજબ તે જ પ્રદેશ પર સ્થિત છે; સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી ઉપર દક્ષિણપશ્ચિમ તરફ ઊંચાઈ સાથે ઝુકાવ સાથે ફેલાયેલું છે.

તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 2 દિવસ દરમિયાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. દક્ષિણ હરિયાણા અને નજીકના ઉત્તરપૂર્વ રાજસ્થાન પર ગઈકાલનું અપર એર સર્ક્યુલેશન સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર દક્ષિણ તરફ ઝુકાવ સાથે વિસ્તરેલું છે. નસ્ત્ર મોન્સૂન ટ્રફ હવે ગંગાનગર, સિરસા, આગ્રા, બાંદા, સિદ્ધિ, સંબલપુરમાંથી પસાર થઈને ઓડિશા કિનારાથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા વિસ્તારના કેન્દ્રમાં અને ત્યાંથી દક્ષિણપૂર્વથી પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં પસાર થાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે અને બે એમ્બેડેડ સાયક્લોનિક સરક્યુલેશન ઉપરથી પસાર થઈ રહ્યું છે.

હવામાન વિભાગે આપેલ એલર્ટ
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે 26મી ઓગસ્ટના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે 11 જિલ્લામાં યલો એલર્ટ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ 27મી ઓગસ્ટે છ જિલ્લા છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 28મીએ સાત 29મીએ દક્ષિણ ગુજરાતના માત્ર ચાર જિલ્લામાં,30મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, 31મીએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં પહેલી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *