ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ

  ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા…

 

ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગરના મહુવામાં સૌથી વધુ 105 મીમી એટલે કે 4.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં 92 મીમી, જૂનાગઢના માણાવદરમાં 71 મીમી, જૂનાગઢ શહેરમાં 60 મીમી અને વંથલીમાં 52 મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પાટણ-વેરાવળમાં 50 મીમી, ભાણવડમાં 49 મીમી, કુંકાવાવ-વાડિયામાં 44 મીમી અને જસદણમાં 40 મીમી વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 39 મીમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ વરસાદથી ખેતી પાકોને પણ નવું જીવનદાન મળ્યું છે. લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને પણ વરસાદથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દરમિયાન આજે સવારે 7થી 10 વાગ્યા સુધી ત્રણ કલાક માટે નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *