તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : સવારથી જ વાદળછાયું વાતાવરણ
દેશ હાલમાં તેના સૌથી ખતરનાક હવામાન તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) એ સંભવિત રાહત અને તોળાઈ રહેલા ભય બંનેનો સંકેત આપતી મોટી ચેતવણી આપી છે. IMDમુજબ 27 મેના રોજ દેશભરના 17 રાજ્યોમાં ભારે તોફાન, મુશળધાર વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. સૌથી ચિંતાજનક પાસું એ છે કે, ઘણા રાજ્યોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
હવામાન પેટર્નમાં આ ફેરફાર માત્ર રાહત જ નહીં પરંતુ ઘણા વિસ્તારોમાં વિનાશ પણ લાવી શકે છે. નિષ્ણાતો માને છે કે, ગરમ પવનો અને સક્રિય પશ્ચિમી વિક્ષેપ વચ્ચેની ટક્કરથી ઉત્તર અને પૂર્વ ભારતમાં હવામાન અત્યંત અસ્થિર બન્યું છે. આ દરમિયાન પર્વતીય પ્રદેશો માટે કરા પડવાની અને અચાનક બરફવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરિણામે, આગામી 72 કલાક દેશના ઘણા ભાગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગુજરાતીઓ માટે હવામાન વિભાગે એક મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આગામી 3 દિવસ પછી એટલે કે 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 30 મેથી 1 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જોકે, અચાનક વાતાવરણ પલટાવાની શરૂૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે કમોસમી વરસાદ તેમના પાકને નુકસાન પહોંચાડી શકે છે. હાલ તો ગુજરાતમાં ગરમીએ માઝા મૂકી છે. રાજ્યના 7 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
