જેતપુર શહેર અને ગ્રામ્યમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદના ઝાપટા

ખેડૂતોને યાર્ડમાં લવાતો માલ તાલપતરી સાથે લાવી ઢાંકી લેવા કરાઈ અપિલ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે ઠંડો પવન ફુકાયો હતો અને વહેલી…

ખેડૂતોને યાર્ડમાં લવાતો માલ તાલપતરી સાથે લાવી ઢાંકી લેવા કરાઈ અપિલ

જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે ઠંડો પવન ફુકાયો હતો અને વહેલી સવારે વરસાદ ના ઝાપટાં સાથે માવઠું થયો હતો મોડી રાત્રે વાવાઝોડાની જેમ ઠંડો ભારે પવન ફૂંકાતો શરૂૂ થયો અને વહેલી સવારે વરસાદ જોરદાર રેડો પડયો હતો. જયારે હવામાન વિભાગે ની આગાહી ને દયાન મા રાખી જેતપુર માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓ ને સુચના આપવામાં આવી છે કે માર્કેટીંગ યાર્ડ મા લાવતો માલ તાલપતરી સાથે લાવી અને ઢાકી લેવા જયારે વેપારીઓ ને પણ પોતાના માલ ખુલ્લી જગ્યા પર ન રાખવા શેઢ નીચે રાખવા જેથી કરીને માલ બગડે નહિ અને ખેડૂતો અથવા વેપારીઓ ને કોઈ નુકશાની ન થાય જયારે મરચાં અને ડુગંડી તથા તમામ પ્રકારના પાલ ની આવક સદંતર બંધ રાખવામાં આવી છે જયા સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ અંગે માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન જમનભાઈ ભુવા. સેક્રેટરી વિમલ રૂૂપારેલીયા ની યાદી મા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *