ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિત

  ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે ખેતીમાં નુકસાનની…

 

ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે ખેતીમાં નુકસાનની ભીંતી સેવાઈ રહી છે. ઘઉ અને બટાકાના પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે.

ડાંગમાં અચાનક વાતાવરણ પલટાતા અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. સાપુતારા તળેટી વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ ઉપરાંત સુરત અને વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બીજી તરફ કચ્છ જિલ્લાના લખપત અને નારાયણ સરોવર જેવા સરહદી વિસ્તારોમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હોવાની માહિતી મળી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. બોડેલી નગરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. માવઠાના કારણે રવિ પાક જેવા કે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો (જીવાત અથવા ફૂગ) આવવાની ભીતિ સેવાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *