ગુજરાતમાં મેઘમહેર!! છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ

      રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ…

 

 

 

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં 3.1 ઈંચ અને તલોદમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ, વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *