બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ

ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…

ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર જિલ્લાનાં મહુવામા આજે સવારે 8 થી 10 વચ્ચે ધોધમાર સવા બે ઇંચ અને ત્યારબાદ વધુ પાંચ મી. મી. વરસાદ પડયો હતો. આજ રીતે ભરૂચનાં હાંસોટમા પણ ર.3ર ઇંચ, નેત્રંગ અને ભરૂચમા પોણા બે ઇંચ, માંગરોળમા દોઢ, ઓલપાડ અને વાલિયામા સવા ઇંચ વરસાદ પડયો હતો. બપોર સુધીમા 18 તાલુકામા અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જયારે આગામી સાત દિવસ કચ્છ સિવાયનાં વિસ્તારોમા હળવાથી મધ્યમ અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જિલ્લાઓમા અમુક સ્થળે ભારે વરસાદ પડવાની અને ગાજ-વીજની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે.

મહુવા-ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળીયું વાતાવરણ રહ્યું હતું. ભાવનગર શહેરમાં સવારે ઠંડો પવન ફૂંકાયો હતો . જ્યારે જિલ્લાના મહુવામાં સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. તળાજા પંથકમાં પણ સવારે વરસાદ પડ્યો છે.

ગોહિલવાડ પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ ઊભો થયો છે. જિલ્લાના મહુવામાં સવારે ગાજવી સાથે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. તળાજામાં પણ સવારે વરસાદ ચાલુ હતો. આજે સવારે 8 થી 10 બે જ કલાકમાં મહુવામાં 55 મી.મી. અને તળાજામાં 16 મી.મી.વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *