ભારતીય રેલવે એ પવિત્ર સંગમ ના યાત્રા ના અનુભવ અને તેને આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા એક દાયકામાં, ભારત સરકારે પ્રયાગરાજમાં રેલવે ના માળખાગત સુવિધાઓ માટે ભંડોળમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મહાકુંભની તૈયારીઓમાં 2 વર્ષો માં, 5,000 કરોડ રૂૂપિયાથી વધુની રકમ થી અહીંના હાજર રેલવે સ્ટેશનો ને આરામદાયક, સુવિધાજનક અને આધ્યાત્મિકતા ના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે.
રેલવે સ્ટેશન જે ફક્ત મુસાફરી અને ટ્રેનોના થોભવાના સ્થળ હતા તે હવે તીર્થયાત્રીઓનું સ્વાગત કરતા પ્રવેશદ્વારમાં ફેરવાઈ ગયા છે. સ્લીપિંગ પોડ્સ, એક્ઝિક્યુટિવ લાઉન્જ અને રિટાયરિંગ રૂૂમની શરૂૂઆત સાથે, આ જગ્યાઓ હવે મુસાફરો માટે અનુકૂળ જગ્યાઓમાં પરિવર્તિત થઈ ગઈ છે. રંગીન કોડેડ પેસેન્જર આશ્રયસ્થાનો, રંગીન દિશાત્મક ટિકિટો અને દિશા સૂચકો જેવી સુવિધાઓએ મુસાફરો માટે રૂૂટ પર નેવિગેટ કરવાનું સરળ બનાવ્યું છે. આનાથી યાત્રાળુઓને પોતાનો રસ્તો શોધવામાં સરળતા રહે છે. આ અદ્યતન સુવિધાઓએ રેલવે સ્ટેશન પર યાત્રાનો અનુભવ વધુ સુખદ બનાવ્યો છે. કોઈ ભક્ત ટ્રેનમાંથી નીચે ઉતરતાની સાથે જ તેની જરૂૂરિયાતો મુજબની બધી સુવિધાઓ તેને સરળતાથી મળી જાય છે.
લગભગ એક કરોડ તીર્થયાત્રાળુઓ દરરોજ આવે તેવી અપેક્ષાને જોતા, આટલી મોટી સંખ્યામાં લોકોને આશ્રય અને સેવાઓ પૂરી પાડવી એ એક મોટું કાર્ય છે. ભારતીય રેલવે એ આ પડકારનો સામનો કરીને 17 નવા પેસેન્જર આશ્રયસ્થાનોનું નિર્માણ અને સ્ટેશનો ને 1,10,000 થી વધુ મુસાફરોની ક્ષમતા વાળું બનાવવામાં આવ્યું છે જે અગાઉ ફક્ત 21,000 હતી. વધુમાં, નવા પ્લેટફોર્મના નિર્માણથી કુલ પ્લેટફોર્મની સંખ્યા 48 થઈ ગઈ છે, જે યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધા સુનિશ્ચિત કરે છે. મુસાફરો માટે શૌચાલય, પીવાના પાણીની સુવિધા, બાળકોને ખોરાક આપવા માટે પોડ્સ અને તબીબી તપાસ રૂૂમ જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં, અવિરત વીજ પુરવઠો અને બેકઅપ સિસ્ટમોએ ઊંચી માંગ હોવા છતાં સરળ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.
ભારતીય રેલવેએ બધા માટે મહાકુંભ 2025 ના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. યાત્રી સુવિધા કેન્દ્ર, વ્હીલચેર સેવાઓની સાથે મે આઈ હેલ્પ યુ બૂથ અને લોજિસ્ટિક્સ ટ્રોલીઓ સાથેની શરૂૂઆત મહત્વપૂર્ણ પહેલ છે. પ્રયાગરાજ જંકશન અને છિવકી જેવા મુખ્ય સ્ટેશનો મુસાફરોની સુવિધા માટે ખાસ સજ્જ છે, જે તેમને સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપે છે.
સરકારના સુલભ ભારત મિશનને અનુરૂૂપ, ભારતીય રેલવેએ લિફ્ટ અને એસ્કેલેટર સહિત દિવ્યાંગજન મૈત્રીપૂર્ણ સુવિધાઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ પ્રયાસો સમાવેશકતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ખાતરી કરે છે કે દરેક વ્યક્તિ (વૃદ્ધોથી લઈને દિવ્યાંગો સુધી) આ પવિત્ર કાર્યક્રમમાં સરળતાથી ભાગ લઈ શકે.