રેલનગરની પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

રેલનગર વિસ્તારમા આવેલા સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમા રહેતી દિપ્તીબેન વિજયભાઇ વઢવાણા નામની 3પ વર્ષની પરીણીતા બપોરનાં અરસામા ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. પરીણીતાને ઝેરી…

રેલનગર વિસ્તારમા આવેલા સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમા રહેતી દિપ્તીબેન વિજયભાઇ વઢવાણા નામની 3પ વર્ષની પરીણીતા બપોરનાં અરસામા ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. પરીણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. પ્રાથમીક તપાસમા દિપ્તીબેનનાં પતિ વિજયભાઇને પરસ્ત્રી સાથે આડા સબંધ હોય જેના કારણે પતિ દિપ્તીબેનને મારકુટ કરી ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી દિપ્તીબેને ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય બનાવમા સહકારનગર મેઇન રોડ પર રહેતા ઇન્દુબેન મનસુખભાઇ ચાવડા (ઉ.વ. 4પ) નામનાં પ્રૌઢાએ પુત્રનુ સગપણ થતુ નહી હોવાથી ધતુરો ખાઇ લીધો હતો. પ્રૌઢાની તબીયત લથડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *