મોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ…

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ 6,15,250 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કબીર ટેકરી શેરીનં.5માં પોતાના રહેણાંકમાં બહારથી માણસો બોલાવી આરોપી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે કિશન નરશીભાઇ અગેચણીયાનાં ઘરે રેઇડ પાડી હતી. આ રેઈડમાં પોલીસે કિશન ઉપરાંત મીલન નરશીભાઇ અગેચણીગા ઉ.વ.27, સુનીલ જગદીશભાઇ સનારીયા ઉ.વ.32, જીગર વ્રજલાલ દસાડીયા ઉ.વ.37, પરાગ ભાગવતભાઇ પંચાસરા ઉ.વ.44, આકાશ સુરેશભાઇ માંડવીયા ઉ.વ.33, દીલીપ રજનીકાંતભાઇ મહેતા ઉ.વ.63, વિશાલ પ્રફુલભાઇ મહેતા ઉ.વ.31, વિશાલ રાજેશભાઇ રાજદેવ ઉ.વ.32, રવીરાજ દિનેશભાઇ પારેખ ઉ.વ.33, જીતેન્દ્ર રમેશભાઇ વાળા ઉ.વ.35, અજય શામળદાસ કાગડા ઉ.વ.45, કૌશલ પ્રફુલભાઇ ખીલોશીયા ઉ.વ.29, કલ્પેશ જગદીશભાઇ સોલંકી ઉ.વ.30, રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા ઉ.વ.34, દેવાંગ મહેન્દ્રભાઇ મહેતા ઉ.વ.50, મૌલીક વીજયભાઇ રાણપરા ઉ.વ.32 અને ધીમલ હર્ષદભાઇ ગોસાઇ ઉ.વ.36 ને પકડી રોકડા રૂૂ.2,15,250 તથા મોટર સાયકલ-8 કિ.રૂૂ. 4,00,000 મળી કુલ મુદામાલ રૂૂ.6,15,250 નો મુદામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *