ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર દરોડો

સ્પા સેન્ટરો પર દરોડા પાડી 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી…

સ્પા સેન્ટરો પર દરોડા પાડી 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી

ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. એસપી નિતેશ પાંડેની કડક સૂચના બાદ નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4 જેટલા સ્પા સેન્ટરો પર ઓચિંતા દરોડા પાડીને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે મેનેજર, ગ્રાહકો અને સંચાલકો સહિત કુલ 13 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે શહેરના જાણીતા શોપિંગ કોમ્પ્લેક્ષમાં મસાજ પાર્લરના નામે વિદેશી અને સ્થાનિક યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. જેના આધારે નીલમબાગ પોલીસની મહિલા અધિકારીઓ સહિતની ટીમે ઇખઈ કચેરી સામે આવેલા શીવા બ્લેસિંગ કોમ્પલેક્ષ અને વાઘાવાડી રોડ પરના ઈવા સુરભી કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા.

પટાયા ફેમિલીઝ સ્પા માં મેનેજર દાનિશ આરીફ સૈયદ અને ગ્રાહક તરીકે આવેલા સંજય ગોહિલ, યશ પટેલ અને મયુર વાજાની ધરપકડ કરવામાં આવી છે. આ સ્પામાં થાઈલેન્ડ પટાયાની એક વિદેશી મહિલા પણ મેનેજર તરીકે કામ કરતી હોવાનું ખૂલ્યું છે.આરોમાં ફેમિલી સ્પા માં અનુ માયારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના માલિક પ્રકાશ ચૌહાણ અને નિત્યરાજ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.આયુર થાઈ ફેમિલી સ્પા વાઘાવાડી રોડ પરના આ સ્પામાં અજય અશોક મકવાણાની ધરપકડ થઈ છે.

અહીં શબના નામની મહિલા સંચાલન કરતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ક્રિસ્ટલ ફેમિલી સ્પા ના મેનેજર સાહિલ ઉર્ફે ગોલ્ડન ડોડીયા ઝડપાયો છે. આ સ્પા ભરતનગરની એક મહિલા ચલાવતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્પા સંચાલકો આર્થિક રીતે નબળી અને મજબૂર મહિલાઓને લાલચ આપી ગ્રાહકો પાસે મોકલતા હતા. પોલીસે આ સ્થળોએથી વાંધાજનક મુદ્દામાલ અને રોકડ રકમ પણ કબજે કરી છે. હાલમાં જે સંચાલકો અને માલિકો ફરાર છે, તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડાથી શહેરના અન્ય ગેરકાયદે સ્પા સેન્ટર સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *