તાલાલાનાં ભોજદે ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં દારૂૂની મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી (1) સાગર રસીકભાઈ વધાસીયા પટેલ ધંધો વેપાર રહે જેતપુર ઇમ્પીરીયલ હાઇટ જુનો રાજકોટ રોડ હાલ રહે રાજકોટ વાવડી ગામ આકાર હાઇટસ, (2) ધ્રુવિલ અશોકભાઈ પાદરીયા પટેલ ધંધો વેપાર રહે. જેતપુર શિવનગર હાલ રહે. રાજકોટ કોઠારીયા ગામ શુભ રેસ્ટોરન્ટ પાસે, (3) ભાર્ગવ હસમુખભાઈ ઢોલરીયા પટેલ ધંધો પ્રા.નોકરી રહે. જેતપુર શાંતિનગર જુનાગઢ રોડ, (4) ભાર્ગવ કલ્પેશભાઈ વધાસીયા પટેલ ધંધો વેપાર હૈ રાજકોટ શિવમ પાર્ક-1 રાધા પાર્ક મેઇન રોડ કોઠારીયા ગામની સામે, (5) અરજણ અરશીભાઈ બારડ આહીર ધંધો મેનેજર તરીકે રહે જેપુર ગામ વાડી વિસ્તાર તા.તાલાલા હાલ રહે.ભોજદે ઓમ ફાર્મ એન્ડ રીશોર્ટને ઝડપી ખાલી બિયરના ટીન 02 કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર એસ.વી.રાજપુત, પોલીસ ઇન્સ. એલ.સી.બી., ગીર સોમનાથ, એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ., એચ.એલ. જેબલીયા, પો.સબ ઇન્સ., સોનિંગસિંહ સિસોદિયા., એ.એસ.આઈ, કળષ્ણકુમારસિંહ સોલંકી, પો.હેડ કોન્સ.એ કરી હતી.
