લંડનમાં પંજાબી યુવતીની બેડરૂમમાં હત્યા: ભાગવાના પ્રયાસમાં હુમલાખોર ઘાયલ

લંડનમાં 24 વર્ષની ભારતીય મૂળની યુવતી કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે બેડરૂૂમમાં ઘૂસીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન…

લંડનમાં 24 વર્ષની ભારતીય મૂળની યુવતી કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે બેડરૂૂમમાં ઘૂસીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન બાજુમાં સૂતા તેમના પતિ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો જીવ બચી ગયો હતો. પંજાબની રહેવાસી કિરણદીપ માત્ર 2 વર્ષ પહેલાં મોટા સપનાઓ સાથે સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન ગઈ હતી.

સૌથી દુ:ખદ વાત એ છે કે કિરણદીપ થોડા જ અઠવાડિયા પહેલાં માતા બની હતી. પરિવાર આને ’હેટ ક્રાઇમ’ ગણાવી રહ્યો છે. આ ઘટના રવિવાર રાત્રે બની હતી. પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે 44 વર્ષીય આરોપી ડેનિયલ શોન જેમ્સ ઘરની દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયો હતો. તે સીધો કિરણદીપના બેડરૂૂમમાં પહોંચ્યો અને સૂતી હાલતમાં તેમના પર ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા.

જ્યારે કિરણદીપના પતિએ હુમલાખોરને રોકવાનો અને પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેમના પર પણ અનેક છરીના ઘા કર્યા હતા. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ડેનિયલ બારીમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. બારીમાંથી કૂદવાના કારણે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *