પંજાબ કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાને બદલે મુંબઇમાં રમાશે

  ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર…

 

ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ દેખાય છે. અહેવાલો અનુસાર, સરહદ પરની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ધર્મશાલામાં યોજાનારી મેચને સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 મેના રોજ યોજાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે.

પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાવાની હતી. પરંતુ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરના સફળ અમલ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમા બધાની નજર ઈંઙક મેચ રમાશે કે નહીં તેના પર ટકેલી છે. બધાની નજર ખાસ કરીને ધર્મશાલામાં યોજાનારી મેચો પર છે, કારણ કે આ શહેર આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. ધર્મશાલા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમા એવા સમાચાર છે કે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું સ્થળ ધર્મશાલાથી મુંબઈ ખસેડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *