રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જમીનના કલેક્ટર તંત્રમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમારે શરતભંગ થતો હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.
શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જમીનના શરતભંગના મામલે સીટી પ્રાંત-1 અધિકારી ડો. ચાંદની પરમારે આજે આ સંસ્થાના ટ્રસ્ટીઓને લપડાક મારતો ચૂકાદો આપેલ છે. જે અંતર્ગત હવે સંસ્થાની કરોડોની કિંમતની જમીનનું વેચાણ સરકારની મંજૂરી વગર નહીં કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તેની સાથોસાથ આ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપવા કે તેના પર જમીન ભાડાનો નફો મેળવવા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મામલતદાર દ્વારા સીટી પ્રાંત 1 ચાંદની પરમાર દ્વારા એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેમાં શરત ભંગ થયા હોવાનું સામે આવ્યું છે અને આ રિપોર્ટ પ્રાંત અધિકારી બે દિવસની અંદર કલેકટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે જેમાં ખાનગી લોકોને ધંધો રોજગાર કરવા માટે ઉપયોગ કરતો હોવાનું મામલતદારના રિપોર્ટમાં સામે આવ્યું છે અને જે રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો છે અને પ્રાંત અધિકારી દ્વારા એક કે બે દિવસમાં કલેકટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
