મોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધ

મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા…

મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા માટે નોટીસ આવતા સતવારા સમાજના લોકો મહાનગર પાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા અને ટેક્સ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જે આવેદનમાં જણાવ્યું હતું કે સતવારા સમાજ રાજાશાહી થી મોરબી શહેરના માધાપર-વજેપર સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે અને ખેત જમીનો ધરાવે છે તો વાડીમાં જ રહેણાંક મકાન બનાવી રહે છે.રાજાશાહીથી અત્યાર સુધી રહેણાંક વિસ્તારમાં આપવામાં આવતી પ્રાથમિક સુવિધા વાડી વિસ્તારમાં આપવામાં આવી ના હોય જે બાબતે અનેકવખત રજૂઆત કરવામાં આવી હતી જો કે મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણી સહિતની સુવિધા આપવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

જો કે સુવિધા અપાય તે પહેલા જ મકાન વેરો, સફાઈ વેરો, ગટર વેરો સહિતના વેરા અંગેની વ્યાજ સહીત ઉધરાણી અંગેની નોટીસ આવી હોએ જેથી આજદિન સુધી સુવિધા આપવામાં ના આવી હોવાથી ટેક્સ ઉધરાવો તે ગેરકાયદેસર હોવાની જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *