જંત્રી દરોમાં સૂચિત વધારાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભાંગી પડશે

રાજકોટ રિયલ એજન્ટ એસો.ની એક યાદી જણાવે છે કે, રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુચિત નવા જંત્રી દરમાં રાજકોટ સહિતના શહેરોમાં 10 થી 20…

રાજકોટ રિયલ એજન્ટ એસો.ની એક યાદી જણાવે છે કે, રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુચિત નવા જંત્રી દરમાં રાજકોટ સહિતના શહેરોમાં 10 થી 20 ગણો વધારો કરવામાં આવતા જમીન-મકાનના ધંધાર્થી, બોકરો, વકિલ, બિલ્ડરો સહિત જમીન-મકાન સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓમાં કચવાટ સાથે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. સરકાર દ્વારા એક મહિનામાં વાંધા-સુચનની મુદ્દત આપી હોય ઢગલાબંધ નિર્દેશ મળી રહયા છે.શહેર આસપાસના વિસ્તારોમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. જયાં સામાન્ય ભાવ હતા ત્યા 10થી 20 ગણો વધારો થયો છે.

તેવા વિસ્તારોમાં વાજડી (વિરડા), હરીપર પાળ, રોણકી, મનહરપુર, મોટામવા, મુંજકા, છાપરા, દેવગામ, નાનામવા, કણકોટ, રૈયા, પરાપીપળીયા, ન્યારા, ઘંટેશ્વર, મવડી, માધાપર સહિતના વિસ્તારોમાં મોટા તફાવત જોવા મળ્યા છે.સરકારે એક જ ઝાટકે સુચિત જંત્રી દરમાં વધારો કરતા હવે જમીન-મકાનમાં રોકાણ નો કોઈ અવકાશ નહિ રહે તેવો સુર જમીન-મકાન ના ધંધાર્થી અને બિલ્ડરોમાંથી ઉઠી રહયો છે. તેના કારણે રીયલ એસ્ટેટમાં ધોર મંદી આવવાની શક્યતા છે.રિયલ એસ્ટેટના નિષ્ણાંતોએ એવો મત વ્યકત કર્યો છે કે અત્યાર સુધી ખુલ્લા પ્લોટ તેમજ ખેતીની જમીન માં ટ્રેડીંગનો વ્યવસાય થતો હતો.

જેમાં રોકાણકારો ખુબ જ ઉત્સાહ પુર્વક રોકાણ કરતા હતા. તે હવે સદંતર અટકી જશે. તેમજ જંત્રીના આવા વિસંગતતા ભર્યા તેમજ અવ્યવહારીક નવા જંત્રી દરના કારણે જમીન-મકાન ના વ્યવહારો અટકી પડશે તેમજ ખુબ જ મોંઘા થઈ જશે. એટલુ જ નહિ 45 લાખ થી ઉપર કેપીટલ ગેઈન ટેક્સ લાગું પડતો હોવાથી ઈન્કમટેક્ષ માં પણ ખુબ જ મોટા પાયે પ્રશ્નો સર્જાશે તેમજ વર્તમાન સમયના જમીનના ચાલુ વ્યવહારમાં પણ જંત્રીના કારણે વિવાદો સર્જાશે. તેમજ લાંબી મુદતના સોદાઓમાં પણ મુસીબતો સર્જાશે.


આવા જંત્રી દર વધારાથી તમામ ધંધામાં મંદી નો માહોલ સર્જાય જશે. તેમજ જમીન-મકાનનું ટર્ન ઓવર ઘટશે. સરકારે વિચાર કર્યા વગર જ નવી જંત્રી દરની જાહેરાત કરતા તેના ઘેરા પડઘા પડી રહયા છે. વાંધા સુચનો પણ ઢગલા મોઢે થશે.સરકારે ઉતાવળે એક સાથે તોતીંગ જંત્રી દરની જાહેરાત કરતા રિયલ એસ્ટેટ સેકટર ભાંગી પડશે. તેમજ જંત્રી દરોમાં સમયાંતરે સ્ટેપ બાય સ્ટેપ વધારો કરવાની 2011 થી જ જરૂૂર હતી. ખરેખર જંત્રી દરોમાં વાર્ષિક ઈન્કલેશન રેટ એટલે કે ફુગાવાના દરો જે આશરે 5 % થી 7 % અનુસાર વાર્ષિક વધારો કરવો જોઈએ. જેથી કરી વાસ્તવીક પરિસ્થીતી એ રિયલ એસ્ટેટના ધંધા ને ખલેલ પહોચાડવાનું જે કૃત્ય થઈ રહયુ છે તેને અટકાવી શકાય. મુસદારૂૂપ જંત્રી 2024 અન્વયે વાંધા-સુચન વિિંાંત://લફદિશ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ વેબસાઈટ ના માધ્યમથી ઓનલાઈન તા. 20/12/2024 સુધિમાં વાંધા-સુચન રજુ કરવાના રહેશે.ઓનલાઈન વાંધા-સુચનો રજુ કરવાની પ્રક્રિયા ખુબજ આકરી છે.

સામાન્ય પ્રજા, ખેડુત વર્ગ અને ગ્રામિણ પ્રજા વાંધાઓ હોવા છતા રજુ કરવામાં ખુબ જ મોટી હાલાકી નો સામનો કરી રહયા છે.ઓનલાઈન વાંધા-સુચનો રજુ કરવામાં મિલકતો ને લગતી અસંખ્ય વિગતો માંગવામાં આવી છે. ત્યારે સામાન્ય પ્રજા કોઈ વકિલ નથી કે તેઓ આ બધી વિગત આપમેળે રજુ કરી શકે. આ પ્રક્રિયા થી ખેડુતો, ગ્રામિણ લોકો તેમજ વાંધાઓ રજુ કરનારાઓ એ વકિલ અથવા તો આ પ્રક્રિયાના નિષ્ણાંત ઉપર નિર્ભર રહેવુ પડશે. જેથી ઓફલાઈન પ્રક્રિયા પણ ચાલુ કરવા સરકાર પાસે માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *