કરોડોના વિકાસ કામોને ધડાધડ અપાઈ મંજૂરી : 44 દરખાસ્તો રજૂ, વર્તમાન સાશકોની છેલ્લી બેઠક યોજાઈ
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી વર્તમાન શાસકો ની આખરી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કરોડો રૂૂપિયા ના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અનેક કામો ની દરખાસ્ત અધ્યક્ષ સ્થાને રજુ થવા પામી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે તા. 10-03-2026 ના ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરસણા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઊપસ્થિત રહ્યા હતા.
લેબર લો ક્ધસલ્ટન્ટ નિમણુંક અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 6.30 લાખ , બિમારી સબબ નાણાકીય સહાય અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે સહાય રૂૂા. 1.50 લાખ ચુકવવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં દરખાસ્ત મોકલવા નિર્ણય લેવાયો હતો. કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર સીસીટીવી માટે રૂૂ. 13.40 લાખ , કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર નેટવર્ક સર્વર, રાઉટર, રીસ્ટ્રક્ચર વિગેરે વર્ષ 2026-27 અન્વયે રૂૂા. 61.41 લાખ, કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર કોમ્પ્યુટર હાર્ડવેર વર્ષ 2026-27 અન્વયે રૂૂા. 9.62 લાખ, ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજથી ધુંવાવ બીજ સુધી આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજથી ધુંવાવ બીજ થઈ ખીજડીયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ , સમર્પણ સર્કલથી ખંભાળીયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા દિગ્ગામ સર્કલથી સમર્પણ સર્કલ થઈ ખંભાળીયા બાયપાસ સુધી આસ્ફલ્ટ રી-કાર્પેટીંગનું કામ, ભાનુ પમ્પથી લાલપુર બાયપાસ જંકશન સુધી રી-કાર્પેટીંગ કરવાના કામ માટે રૂૂા. 649.50 લાખ, સિકયુરિટી ગાર્ડ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ અધર સ્ટાફ ઓફ રણમલ લેક તથા ખંભાળીયા ગેઈટ કામ અંગે રૂૂ. 424.39 લાખ, સિક્યુરિટી ગાર્ડ, કલીનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ અધર સ્ટાફ ઓફ ભુજીયો કોઠો ના ત્રણ વર્ષ ના કામ માટે રૂૂા. 101.02 લાખ , સપ્લાય ઓફ આઈએસઆઈ. માર્ક 100 થી 300 એમ.એમ. ડાયા કે-7 કલાસ ડી.આઈ. સી.એલ. પાઈપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) ક્ધફમીંગ ટુ આઈ. એસ. 8329/2000 બીયરીંગ આઈ.એસ.આઈ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના (1 વર્ષ) ના કામ શહેરમાં અલગ-અલગ જગ્યાએ યુટીલીટ ઇન્સ્ટોલ / શીફટીંગ / રીપેરીંગ માટે ખોદાણ કરવામાં આવે છે. તેવા રોડ જેમાં 50 ટકા થી વધુ ડેમેજ થયેલ હોય તેવા રોડ પર પેચવર્કની કામગીરી કરવાના બદલે લગત કોન્ટ્રાક્ટર દ્વારા રકમ મનપામાં જમા કરાવવાની રહેશે અને નવો રોડ બનાવવા આનુસંગીક કાર્યવાહી કરવાની રહેશે.
શ્રાવણી મેળા દરમ્યાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે બનાવેલ સ્ટેજ – મંડપ ના કામ અંગે રૂૂા. 19.44 લાખ નો ખર્ચ ચેરમેન નિલેશભાઈ કગથરા ના કાર્યકાળની છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં ચેરમેનશ નિલેશભાઈ તેમજ કમિશ્નર દ્વારા સર્વે પદાધિકારી ઓ, અધિકારી ઓ, સેક્રેટરી કાર્યાલય સ્ટાફ તેમજ મનપા સમગ્ર સ્ટાફનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ આ બેઠક માં કુલ રૂૂ.970.81 કરોડ ની દરખાતો રજુ થઈ હતી જેમાંથી રૂૂા. 264.81 કરોડ ની દરખાસ્ત રી ટેન્ડર કરવામાં આવી હતી જ્યારે રૂૂા. 706 કરોડ ની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.રૂૂ. 576.41 કરોડ ની દરખાસ્તો ના સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
