રાજકોટની દાયકાઓ જુની અને શહેરના નામાંકિત વ્યકિતઓ જયા અભ્યાસ કરી ચુકયા છે તેવી બે કોલેજોને બંધ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા દરખાસ્ત કરવામા આવતા શહેરભરમા ખળભળાટ મચી ગયો છે. આ દરખાસ્તની શિક્ષણવિદોમા પણ ભારે ચર્ચા થઇ રહી છે. કોલેજોમા વિદ્યાર્થીઓની સંખ્યા નહી થતી હોવાના કારણે બંધ કરવાની પ્રપ્રોઝલ થઇ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ અંગે મળતી માહીતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારે જણાવ્યુ હતુ કે કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આવેલી એમ. ટી. ધમસાણીયા કોલેજ અને ચૌધરી હાઇસ્કુલની બાજુમા આવેલ રણછોડદાસજી બાપુ સદગુરૂ હોમ સાયન્સ મહીલા કોલેજને બંધ કરવા માટેની દરખાસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરવામા આવેલી છે. જેમા બંનેના કારણો એક સમાન આવેલા છે. એમ. ટી. ધમસાણીયામા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ બંને અભ્યાસ કરે છે. જયારે સદગુરૂ હોમ સાયન્સમા માત્ર મહીલાઓ જ અભ્યાસ કરી રહી છે. બંને કોલેજમા વિધાર્થીઓની પુરતા પ્રમાણમા સંખ્યા નહી થવાથી કોલેજોને બંધ કરવા માટેની પ્રપોઝલ મુકવામા આવી છે.
વધુમા આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જણાવ્યુ હતુ કે બંને કોલેજો પાસેથી સ્ટેચ્યુટ 286 મુજબ પત્ર પાઠવવામા આવ્યો છે અને કારણો જણાવવા સુચના આપવામા આવી છે. બંધ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મુદાઓનો અભ્યાસ કરવામા આવશે અને ત્યારબાદ રાજય સરકારમા બંધ કરવા માટેની ભલામણ કરવામા આવશે અંતિમ નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોટેચા ચોકમા આવેલી એમ. ટી. ધમસાણીયા કોર્મસ કોલેજ દાયકાઓ જુની છે જેમા શહેરના કેટલાક નામાંકિત અને ઉધોગપતિઓ અભ્યાસ કરી ચુકયા છે. આ કોલેજને એકાએક વિધાર્થીઓની સંખ્યા નહી થવાના કારણો આપી બંધ કરવાની પ્રપોઝલ વાયુવેગે શહેરભરમા ફેલાતા અભ્યાસ કરી ચુકેલા હજારો વિધાર્થીઓને આશ્ર્ચર્ય થવા પામ્યુ છે અને પોતાનુ દુખ પણ વ્યકત કરી રહયા છે. સદગુરૂ હોમ સાયન્સ કોલેજમા પણ લાખો વિધાર્થીનીઓએ પોતાનો અભ્યાસ પુર્ણ કર્યો છે અને સામાજીક જીવનના મુલ્યોને પોતાના જીવનમા ઉતાર્યા છે ત્યારે બંધ થાવાની ચર્ચાથી વિધાર્થીનીઓમા ભારે રોષ પણ જોવા મળી રહયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંને કોલેજો ગ્રાન્ટેડ છે અને સરકાર દ્વારા દર મહીને તેઓના નિભાવ માટે ગ્રાન્ટ પુરી પાડવામા આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ વર્તમાન સમયમા સરકાર દ્વારા ફાળવવામા આવતી ગ્રાન્ટથી કોલેજોનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે તેમજ અનેક વખત સરકારમા રજુઆત કરવા છતા પણ ગ્રાન્ટમા ન્યાયીક કાર્યવાહી નહી થતા આખરે કોલેજોને બંધ કરવી પડી રહી હોવાથી દરખાસ્ત કરવામા આવી છે.
વધુમા શિક્ષણવિદોમા ચર્ચાઇ રહયુ છે કે માત્ર વિધાર્થીઓની ઘટતી સંખ્યા જવાબદાર છે કે પછી આ કોલેજોને ખાનગી સ્વરૂપ આપવાનો તખ્તો ઘડાઇ રહયો છે.
ધમસાણીયા અને સદગુરૂ હોમ સાયન્સ કોલેજના કારણે હજારો વિધાર્થીઓને શિક્ષણ મળી રહયુ હતુ જયારે જો આ કોલેજોનો હેતુ ખાનગી કરણનો હશે તો મધ્યમ વર્ગના વિધાર્થીઓને આગામી દિવસોમા અભ્યાસ કરવો મુશ્કેલ બનશે અને કદાચ કેટલાય વિધાર્થીઓને ખાનગીમા પ્રવેશ મેળવવો મજબુરી બનશે અથવા કેટલાકને અધ્ધ વચ્ચે જ અભ્યાસ છોડવો પડી શકે છે તેવી ચર્ચા હાલ શહેરમા થઇ રહી છે.