મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા તમામ નાગરિકોને સત્વરે પોતાનો બાકી મિલકત વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે. વેરો ન ભરનારા આસામીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે.ગુરુવારના રોજ 19 જેટલી મિલકત શીલ કરવામાં આવી છે મોરબી મહાનગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 130 જેટલી મિલકતો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ સામેલ છે. ગુરુવારના રોજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા 19 જેટલા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે જે મિલકતનો વેરો ભરપાઈના થતા શીલ કરવામાં આવી હતી.
ઉપરાંત રહેણાંક મિલકતો માટે પણ કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જે રહેણાંક મિલકતોમાં વધુ વેરો બાકી છે, ત્યાં આગામી સમયમાં ડ્રેનેજ (ગટર) અને પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે વેરો ભરવાની પ્રક્રિયા હવે ઓનલાઈન અને એપના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.. તંત્ર દ્વારા નાગરિકોને પોતાની મિલકત સીલ ન થાય તે માટે સહકાર આપવા અને સમયસર વેરો ભરવા અનુરોધ કરાયો છે.
