રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ સહિત 343 ન્યાયાધીશની બઢતી અને બદલી

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યભરના બઢતીયોગ્ય જ્યુડિશિયલ ઓફિસરોનું લિસ્ટ જાહેર કરાયા બાદ બઢતી પામેલા જજીસને પોસ્ટિંગ આપવા માટે ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજ કેડરમાં મોટે…

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યભરના બઢતીયોગ્ય જ્યુડિશિયલ ઓફિસરોનું લિસ્ટ જાહેર કરાયા બાદ બઢતી પામેલા જજીસને પોસ્ટિંગ આપવા માટે ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજ કેડરમાં મોટે પાયે બઢતી અને બદલીના હુકમ બહાર પાડવામાં આવ્યા છે. આ બદલી અને બઢતીની જગ્યાએથી નવી જગ્યાએ 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે.

રાજ્યના ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂૂપે હાઈકોર્ટે મોડી રાત્રે એક જ ઝાટકે 343 જજની બદલી અને બઢતીનો મોટો ઓર્ડર કર્યો છે. હાઈકોર્ટ રૂૂલ્સ મુજબ કરાયેલી આ આકસ્મિક ફેરબદલમાં 149થી વધુ સિવિલ તથા સિનિયર જજ કક્ષાના અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ છે, જ્યારે 83 અધિકારીઓને બઢતીનું સરપ્રાઈઝ મળ્યું છે. સિનિયર સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ કેડરમાં બઢતી સાથે બદલીના 57 ઓર્ડર થયા છે. આ ઉપરાંત સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી સાથે બદલીના 57 તેમજ આનુસંગિક બદલીના મોટે પાયે હુકમો બહાર પાડવામાં આવ્યા છે.

જિલ્લા કક્ષાએ થયેલા ફેરફારમાં ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં રાજકોટના પ્રિન્સિપાલ જજ જે.આર. શાહ વગેરે 26 પ્રિન્સિપાલ જજ સહિત 57 જજીસની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે.આર. શાહની ભરૂૂચ ખાતે બદલી થતા આ જગ્યા ઉપર ગોધરાથી સી. કે. ચૌહાણને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂૂચના આર.કે. દેસાઈની અમરેલી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમરેલીના પ્રિન્સિપાલ સેશન્સ જજ રિઝવાના વી. બુખારીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે. રાજકોટના અન્ય ડિસ્ટ્રિક્ટ જજ ટી.એસ બ્રહ્મભટ્ટની તાપી જિલ્લામાં વ્યારા ખાતે અને એ. કે. શાહની ગોંડલ ખાતે બદલી કરવામાં આવી છે. જામનગરના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ એનઆર જોશીની બનાસકાંઠાના બનાસકાંઠાના પાલનપુર ખાતે બદલી થતા આ જગ્યા ઉપર વડોદરાથી વી કે પાઠક નિમાયા છે. જૂનાગઢના પ્રિન્સિપાલ જજ બી.જી. દવેની વડોદરા ખાતે બદલી થતાં આ જગ્યા ઉપર આણંદથી એસ. એલ. ઠક્કરને નીમવામાં આવ્યા છે.

વડોદરાના દિગંત વોરાની રાજકોટ ફેમિલી કોર્ટ પ્રિન્સિપાલ તરીકે દરખાસ્ત કરાઇ છે. જ્યારે ગોંડલના એડિશનલ સેશન્સ પુષ્પાબેન એસ સૈનીની રાજકોટ સેશન્સમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત સિનિયર સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતીના 57 ઓર્ડર નીકળ્યા છે. તેમાં રાજકોટના ચીફ જેએમએફસી સુનંદા પી દુલેરાને અને સિનિયર સિવિલ જજ જિજ્ઞાસાબેન એમ ગજ્જરને રાજકોટ ખાતે જ બઢતી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ નવી નિમણૂકો થતાં કોર્ટ પરિસરોમાં ચર્ચાનો દોર શરૂૂ થયો છે.

આ બઢતી અને બદલીઓને કારણે ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં 99 જેટલા જજીસના સ્થાનિક કક્ષાએ ક્રમાંકમાં ફેરફાર થયા છે. આ ઉપરાંત રાજ્યના કાનૂન વિભાગ દ્વારા મોટે પાયે બઢતી અને બદલી કરવામાં આવ્યા છે. સિવિલ જજ કેડરમાં 63 સિનિયર સિવિલ જજની ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી સાથે બદલી થતા જે તે સ્થાનિક જગ્યાએ 33 જેટલા જજીસના ક્રમાંકમાં ફેરફાર થયો છે. તમામ જજીસને નવી જગ્યા ઉપર તારીખ 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળી લેવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *