રાજકોટ મહાનગરપાલિકાના ₹48.10 લાખના ખર્ચે વોર્ડ નં.11 તથા 12માં પ્રાઈવેટાઈઝેશન થી ભૂગર્ભ ગટર ફરિયાદો નિકાલ કરવાના કામ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અને વોર્ડ નં.11ના કોર્પોરેટરથી રક્ષિતભાઇ કલોલા અને વોર્ડ નં.11ના કોર્પોરેટરશ્રીઓ ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠિયા, તથા મહેશભાઈ પિપરીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
