પટ્ટાવાળાઓ ચૂંટણી ફરજમાંથી છટકી જતા ખાનગી કામદારો જોતરાયા

રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટ એજન્સી હસ્તકના સંખ્યાબંધ પટ્ટાવાળાના ચૂંટણી ફરજના ઓર્ડર છેલ્લી ઘડીએ નીકળ્યા રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લા કલેકટરે તમામ પ્રકારની…

રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટ એજન્સી હસ્તકના સંખ્યાબંધ પટ્ટાવાળાના ચૂંટણી ફરજના ઓર્ડર છેલ્લી ઘડીએ નીકળ્યા

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લા કલેકટરે તમામ પ્રકારની વ્યવસ્થા અગાઉથી જ કરી છે. સરકારી કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામા આવી છે. તેમાના અમુક કર્મચારીઓ તબીબી કારણ સહિત યેનકેન પ્રકારે ચૂંટણી ફરજમાંથી છટકવા ઉધામા મચાવી રહ્યા છે.

મનપાના અમુક કર્મચારીઓને જિલ્લામાં ફરજ માટે મુકવામા આવ્યા છે. દરમિયાન શહેરની અંદર મનપાના કાયમી પટ્ટાવાળાઓને ચૂંટણી ફરજમાં મુકવામા આવ્યા હતા. પરંતુ મોટાભાગના ચાપલુસિયા પટ્ટાવાળાઓ તેમના ડિપાર્ટમેન્ટના વડા કે અન્ય કોઇ અધિકારી મારફત ચૂંટણી ફરજના ઓર્ડર કેન્સલ કરાવી નાખતા તેમની જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઇઝથી કામ કરતા પટ્ટાવાળાઓને ચૂંટણી ફરજમાં જોતરી દેવાનો ઓર્ડર છેલ્લી ઘડીએ કાઢવામા આવ્યો છે.

સામાન્ય રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કચેરીના વર્ગ 1 અને 2ના સ્ટાફને શહેરની અંદર ચૂંટણી ફરજ સોંપવામા આવતી નથી. જરૂૂર પડ્યે તો જિલ્લાની નગરપાલિકાની ચૂંટણી માટે ફરજ પર જરૂૂર મોકલવામા આવે છે. જ્યારે વર્ગ 3 અને 4ના કર્મચારીઓને ચૂંટણી તંત્ર તરફથી જરૂૂરિયાત મુજબ ફરજ પર લેવામા આવે છે.

વર્ગ 4માં મનપાના કાયમી પટ્ટાવાળાઓના ઓર્ડર નીકળ્યા હતા. પરંતુ કોઇને કોઇ રીતે ચૂંટણી ફરજમાંથી છટકવા માટેના કીમિયા અજમાવવા લાગ્યા છે. પટ્ટાવાળા જે સાહેબના માનીતા હોય તેવા અધિકારીઓની ચાપલુસીનો પણ સહારો લીધો હતો અને આવા અનેક પટ્ટાવાળાઓ ચૂંટણી ફરજમાંથી છટકી જવા સફળ થયા છે. તેની અસર એ થઇ કે આ ખાંચો પુરવા માટે મનપામાં જે ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સી હસ્તક કામ કરતા હોય તેવા પટ્ટાવાળાઓને ચૂંટણી ફરજમાં જોતરી દેતા ઓર્ડર ઇશ્યુ થયા છે.

આવા કોન્ટ્રાક્ટ બેઇઝ પટ્ટાવાળઓમાં કચવાટ ફેલાયો છે. અમે તો કોન્ટ્રાક્ટથી કામ કરીએ છીએ. અમારે થોડી ચૂંટણી ફરજ હોય? આવા સુર સાથે વ્યાપક વિરોધ ઉઠ્યો છે. તા. 25મીએ સવારે ફરજ પર હાજર થઇ જવુ અને તા.26 સુધી ફરજ પર રહેવુ તેવો આદેશ ચૂંટણી વ્યવસ્થા તંત્ર તરફથી થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *