વ્યાજખોરો સામેની ઝુંબેશ ચાલુ રહેશે, અરજીઓ- ફરિયાદોના નિકાલ માટે જવાબદારીપૂર્વક કામ કરવા અધિકારીઓને તાકીદ
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનું ‘મિશન બેટર પોલિસિંગ’, આધુનિક ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાશે
ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલીકના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી રાજ્યવ્યાપી મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી રાજ્યના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા (SP) અને વિવિધ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ, પોલીસ દળની ફિટનેસ અને ’મિશન બેટર પોલિસિંગ’ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવાનો હતો. ડીજીપી જી.એસ. મલિકે ખાનગી ધોરણે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓને પોલીસના મોનિટરિંગ અને સર્વેલન્સ નેટવર્ક સાથે ઇન્ટિગ્રેટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા સૂચના આપી હતી.
ડીજીપી જી.એસ. મલીકે જણાવ્યું કે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઈમ સર્વેલન્સ ક્ષમતા વધારવાથી ગુનાઓની અટકાયત, ગુનાઓના ભેદ ઉકેલવામાં સહાય અને તપાસ પ્રક્રિયાને વધુ સચોટ બનાવી શકાય છે. આ માટે લોકભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી વધુમાં વધુ સીસીટીવી નેટવર્ક ઊભું કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા દરમિયાન ડીજીપીએ અધિકારીઓને ’પ્રોએક્ટિવ પોલિસિંગ’નો અભિગમ અપનાવવા સૂચના આપી હતી. ગુનાઓ બન્યા પછીની કાર્યવાહી કરતાં ગુનાઓ અટકાવવા માટેની પૂર્વ તૈયારી અને સતત દેખરેખ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નાગરિકોની ફરિયાદોનું ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવા માટેPublic Grievance Redressal Systemને વધુ મજબૂત બનાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. વિવિધ સ્તરે મળતી અરજીઓ અને ફરિયાદોના સમયસર નિકાલ માટે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા જણાવાયું હતું.
બેઠકમાં ગુનાખોરી અટકાવવા, ગુનાઓનો ભેદ ઉકેલવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમયબદ્ધ તપાસ કરવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસને વધુ અસરકારક બનાવવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડીજીપીએ પોલીસ અધિકારીઓને ગુનાઓની તપાસમાં ગુણવત્તા અને ઝડપ બંને જાળવવા સૂચના આપી હતી. ખાસ કરીને ગંભીર ગુનાઓમાં ટેક્નિકલ પુરાવા અને ડિજિટલ ફોરેન્સિક્સનો વધુ ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બે કલાકથી વધુ સમય ચાલેલી મેરેથોન બેઠકમાં પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ડીજીપીએ પોલીસ દળ શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે તે માટે નિયમિત ફિટનેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમો ચલાવવા સૂચના આપી હતી. પોલીસ કર્મચારીઓમાં વધતા કાર્યભાર અને માનસિક દબાણને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી પગલાંઓના અમલીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા દ્વારા મળતી ફરિયાદો ઉકેલવા ખાસ પ્રોજેકટ કાર્યરત કરાયો
સોશિયલ મીડિયા મારફતે મળતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે ૠઙ-જખઅજઇં પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા તેમજ ઙૠ પોર્ટલ પર આવતી અરજીઓનો સમયસર નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા, જછઙ પોઈન્ટ્સનું નિયમિત ચેકિંગ, ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો ફરજિયાત ઉપયોગ અને સમન્સ-વોરંટની ઓનલાઈન બજવણીને વેગ આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ડીજીપીએ પ્રજાની સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં રાખીને વ્યાજખોરો સામેની ઝુંબેશ વધુ સક્રિય બનાવવા સૂચના આપી હતી. સાથે જ અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ઋઈંછમાં તમામ વિગતો સાથે ઝડપી નોંધણી અને આરોપીઓની ત્વરિત ધરપકડ જેવા કોર પોલીસિંગના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવા માટે ’મિશન બેટર પોલિસિંગ’ અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકના અંતે ડીજીપી જી.એસ. મલિકે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં નિર્ણયોનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી.
