મધ્યસ્થ જેલમાં ગમતું નહીં હોવાથી કેદીએ બિમારીના ટીકડા ખાઈ લીધા

શહેરમાં આવેલી મધ્યસ્થ જેલમાં ખાધા ખોરાકીના ગુનામાં સજા ભોગવતાં કેદીને જેલમાં નહીં ગમતા બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…

શહેરમાં આવેલી મધ્યસ્થ જેલમાં ખાધા ખોરાકીના ગુનામાં સજા ભોગવતાં કેદીને જેલમાં નહીં ગમતા બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં સજા કાપતાં ભરતભાઈ મોહનદાસ ગોંડલીયા (ઉ.40) રાત્રીના સમયે જેલમાં હતો ત્યારે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. કેદીની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભરતભાઈ ગોંડલીયા ખાધા ખોરાકીના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે. જેલમાં ગમતું નહીં હોવાથી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગવલીવાડમાં રહેતી રીઝાબેન અસ્લમભાઈ ખાન નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસહાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *