Connect with us

ક્રાઇમ

અદાલતમાં કાચા કામનો કેદી બેશુદ્ધ થઈ ગયો

Published

on

સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો


જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામ નો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર ની અદાલતમાં આજે જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન 5ઠાણ ઉર્ફે ખાનીયા નામના શખ્સને તેના કેસ ની મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો. કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે રજૂ થતા સમયે આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્ષ 2023માં આ શખ્સ સામે મારામારી સહિત કલમ હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને આજે ત્રીજા એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સમક્ષ તારીખ અન્વયે જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં તે બેભાન બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

ક્રાઇમ

પાલોદ યુનિયન બેંકમાં બાકોરું પાડી અડધા કરોડની મતાની ચોરી

Published

on

By

સુરતના પાલોદ ગામની હદમાં કિમ ચાર રસ્તા નજીક આવેલ યુનિયન બેંકના પાછળના ભાગે દિવાલમાં બકોરુ પાડી અને લોકર રૂમ સુધી પહોંચી છ લોકર ચીરીને રૂા. 40.36 લાખથી વધુની રોકડ અને દાગીનાચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. રાત્રીના બનેલા બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ આંકડો વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. કીમ ચારરસ્તા નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની પાલોદ બ્રાન્ચ છે. બેંકના પાછળના ભાગે સુફિયાનભાઈ યાકુબભાઈ કાગજીની ઓફિસ છે.

જે ઓફિસમાં રાત્રિ દરમિયાન ફાયબરનો દરવાજાનો લોક તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા. બેંકના સ્ટ્રોંગ રૂૂમની સિમેન્ટ કોન્ક્રીટ અને સળિયા વાળી જાડી દીવાલમાં ડ્રીલ મશીનથી દોઢ ફૂટ જેટલું બાકોરું પાડી, સળિયા બેંક્માં ઘરથા હતા. સ્ટ્રોંગરૂૂપમાં આવેલ લોકર નં. 31, 37, 43, 73,74 ,75 તોડયા હતા. પોલીસે આ લોકર માલિકોને બોલાવી પૂછપરછ કરતા લોકર નંબર 75 ના માલિક ધનસુખભાઈ રત્નાભાઈ આહીરના લોકરમાંથી અંદાજિત 9 લાખ રૂૂપિયા રોકડા તેમજ 50 તોલાથી વધુનું સોનું ગાયબ થયું હોવાનું જણાવ્યું હતું. સાંજ સુધી જે લોકરને કાપીને ચોરી કરવામાં આવી છે તેમના માલિકોને બોલાવી લોકરમાં રાખેલી વસ્તુ અને સામાનની પૂછપરછ ચાલુ હતી. પોલીસ ફરિયાદ હજુ સાંજ સુધી ફાઈનલ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

હાલ કોસંબા પોલીસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં તસ્કરોએ રાત્રિ દરમિયાન સ્ટ્રોંગ રૂૂમની દિવાલમાં બાકોરુ પાડી લોકર કાપી તેમાંથી 40.36 લાખની ચોરી થઈ હોવાનું જણાવે છે. જોકે ચોરીની ઘટના આંકડો હજુ વધી શકે છે.બેંકની પાછળના ભાગે સદંતર અવાવરું અને ખુલ્લી જગ્યા આવેલી છે. બેંકની સાથે જ મિલક્તના માલિકની ઓફિસ આવેલી છે. આજ ઓહિસમાંથી તરસ્કરો સામાન્ય ફાયબરનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. રૂૂમમાં વીજ પાવરથી ડ્રીલ કરીને દીવાલમાં બાકોરું પાડીને બેંકમાં પ્રવેશ કર્યો હતો. બેંકના પાછળના ભાગમાં સીસીટીવી તેમજ સલામતીને લઈને બેંક દ્વારા કોઈપણ જાતના પગલાં ભર્યા હોય તેવું દેખાતું ન હોતું. આ ઉપરાંત બેંકમાં રાત્રી દરમિયાન કોઈપણ વોચમેન ન હતો.જેથી કરીને ચોરી થઈ તે દરમિયાન કોઈને જાણ સુદ્ધાના થઈ હતી.જે ચોર ઈસમો બેંક્માં પ્રવેશ કર્યા હતા તે ચોર ઈસમો બેંકમાં લાંબો સમય સુધી રોકાયા હશે અને તેમણે નિરાંતે બેંક્માં ચોરી કરી હશે. જે મિલક્ત માલિકની ઓફિસમાંથી તેઓ બેંકમાં પ્રવેશવા માટે દીવાલમાં બાકોરું પાડયું હતું તે ઓફિસમાં બેસીને તેમણે નશીલા પદાર્થોનું સેવન તેમજ નાસ્તો કર્યો હોવાનું ત્યાં પડેલા પેકેટ ઉપરથી સાબિત થાય છે. જેથી તેઓ લાંબો સમય સુધી બેંકમાં ચોરી કરવા પૂરતી તૈયારી કરીને આવ્યા હોય તેવું દેખાઈ આવે છે.

Continue Reading

ક્રાઇમ

વિશ્ર્વનગર આવાસ યોજનાનો કુખ્યાત બૂટલેગર પાસા હેઠળ અમદાવાદ જેલમાં

Published

on

By


રાજકોટ શહેરમાં દારૂની બદીને દુર કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોડીરાત્રે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને દારૂના કેસો પોલીસ કરી રહી છે ત્યારે મવડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બુટલેગરને પાસા તળે માલવીયા પોલીસે અમદાવાદ જેલ હવાલે કર્યો છે.


પોલીસ કમીશનર બ્રજેશ ઝા, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી બી.જે. ચૌધરી દ્વારા શરીર સંબંધી ગુનાની ટેવવાળા શખ્સો ગુનો કરતા અચકાય અને ગુનાઓ પર અંકુશ આવે માટે માલવીયા પોલીસ મથકનાં પીઆઇ જે.આર. દેસાઇ દ્વારા આવા શખ્સો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા મવડીના વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.28 ત્રીજા માળે રહેતા વિપુલ પ્રવિણભાઇ બગથરીયાને અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. વિપુલ વિરૂધ્ધ હત્યાના પ્રયાસ, આર્મસ એકટ, મારામારી, કાવતરૂ ઘડવું સહીત 16 ગુના પોલીસમાં નોંધાયા છે.


આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ ડી.એસ. ગજેરા, એએસઆઇ દિપકભાઇ રાઠોડ, હિરેનભાઇ પરમાર અને પીસીબીના પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ એમ.જે. હુણ, રાજુ દહેકવાળ સહીતનો સ્ટાફ જોડાયો હતો.

Continue Reading

ક્રાઇમ

દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર વહેલી સવારે પીસીબીના દરોડા, મહિલા સહિત પાંચ ઝડપાયા

Published

on

By

શહેરમાં થર્ટીફસ્ટ પૂર્વે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થી ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પીસીબીને સુચના આપવામાં આવતા પીસીબીની ટીમે વહેલી સવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડી મહિલા સહિત પાંચની ધરપકડ કરી 32 હજારનો દેશી દારૂ કબ્જે કર્યો હતો.
પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ વહેલી સવારે દરોડા પાડ્યા હતાં અને દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનો નાશ કર્યો હતો.

પીસીબીની ટીમે પાડેલા દરોડામાં કોઠારિયા, કોલોની ક્વાટર્સ નં. 14માં રહેતી બેબીબેન પ્રવિણભાઈ પરમારને ત્યાંથી 1000 રૂપિયાનો 5 લિટર દારૂ, જ્યારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર રામજી જગુ વાઘેલાને ત્યાંથી દેશી દારૂ સહિત 19 હજારનો મુદ્દામાલ તેમજ યુવરાજનગર મફતિયાપરામાં પ્રેમજી રવજી સાડમિયાને ત્યાંથી 2000ની કિંમતનો 10 લિટર દેશી દારૂ તથા યુવરાજનગર-1માંતી શૈલેષ મુના પરમારને ત્યાંથી3725ની ક્મિતનો દેશી દારૂ આથો તેમજ માંડા ડુંગર પાસે પીઠડ આઈ સોસાયટી શેરી નં. 1 માં સંજય કરમસિંહ ડાભીને ત્યાંથી 3000નીકિંમતનો 15 લિટર દારૂ કબ્જે કર્યો હતો.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા, સાથે પીએસઆઈ એમજે હુણ તથા પીએસઆઈ પી.બી. ત્રાગિયા સહિત સ્ટાફના મયુરભાઈ, સંતોષભાઈ, મહિપાલસિંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિજેન્દ્રસિંહ, હરદેવસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Continue Reading
આંતરરાષ્ટ્રીય20 minutes ago

કોંગોમાં પ્રવાસી ભરેલી બોટ નદીમાં પલટી, 25નાં મોત

રાષ્ટ્રીય23 minutes ago

વરરાજા ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં ક્ધયાએ લગ્નની ના પાડી!

રાષ્ટ્રીય25 minutes ago

મણીપુરમાં ઘુસણખોરો ઇલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો

રાષ્ટ્રીય27 minutes ago

શાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિત

ગુજરાત44 minutes ago

અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલાં એસિડ ગટગટાવનાર વિદ્યાર્થિનીનું મોત

ગુજરાત45 minutes ago

કલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફ

ગુજરાત47 minutes ago

LCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલી

ગુજરાત49 minutes ago

આધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રી

ગુજરાત51 minutes ago

સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડા

ગુજરાત55 minutes ago

ભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામ

આંતરરાષ્ટ્રીય1 day ago

આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

ક્રાઇમ23 hours ago

ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો

ગુજરાત24 hours ago

જમીનોના બોગસ દસ્તાવેજોમાં તંત્રની સંડોવણીની આશંકા

ગુજરાત23 hours ago

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા

ગુજરાત24 hours ago

મિલ્કી મિસ્ટ-આબાદ-પારસ ઘીના 6 નમૂના લેવાયા

ક્રાઇમ23 hours ago

ડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’

આંતરરાષ્ટ્રીય8 hours ago

રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ

ગુજરાત1 day ago

ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત

ગુજરાત1 day ago

એકલવ્ય સોસાયટીમાં બીમારીથી કંટાળી એસિડ પી લેનાર આધેડે દમ તોડયો

Trending