ગાંધીનગરમાં આચાર્યના પુત્રએ હોસ્ટેલના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યુ, વીડિયો વાયરલ

ગાંધીનગરના શિક્ષણજગતમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-25 વિસ્તારમાં આવેલી સ્કૂલના આચાર્યના પુત્રએ ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પોતાની…

ગાંધીનગરના શિક્ષણજગતમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-25 વિસ્તારમાં આવેલી સ્કૂલના આચાર્યના પુત્રએ ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર શિક્ષણ સંકુલમાં રોષ ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, શાળાના આચાર્યના પુત્ર રાજ પટેલ દ્વારા આ કુકર્મ કરવામાં આવ્યું છે. આક્ષેપ છે કે આરોપીએ શાળાની હોસ્ટેલમાં રહેતા એક સગીર વિદ્યાર્થીને ડરાવી-ધમકાવીને તેની સાથે અકુદરતી કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપીએ આ ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા જ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારે તાત્કાલિક સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી આરોપી રાજ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. આરોપી સામે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર પોલીસ દ્વારા તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે. હાલ આ કેસમાં આરોપી રાજ પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂૂ કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાના દાવા કરતી શાળામાં જ આ પ્રકારની ઘટના બનતા વાલીઓમાં પણ ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *