ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14મી જુલાઈથી ત્રણ વન-ડે મેચની સિરીઝ શરૂૂ થઈ રહી છે ત્યારે તે અગાઉ ભારતીય ટીમમાં એક બદલાવ કરાયો છે. ટીમના…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14મી જુલાઈથી ત્રણ વન-ડે મેચની સિરીઝ શરૂૂ થઈ રહી છે ત્યારે તે અગાઉ ભારતીય ટીમમાં એક બદલાવ કરાયો છે. ટીમના ઝડપી બોલર હર્ષિત રાણા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ઝડપી બોલર પ્રિન્સ યાદવને ટીમમાં સામેલ કરાયો છે.

પ્રિન્સ યાદવ ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે જ ભારતીય ટીમમાં સામેલ હતો. આ ઉપરાંત સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ઇજાગ્રસ્ત થતાં તે ઝિમ્બાબ્વે સામે યોજાનારી ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટીમમાં રવિ બિશ્નોઇને સામેલ કરાયો છે. રવિ બિશ્નોઈ ઈંગ્લેન્ડ સામેની પહેલી અને બીજી ઝ20 મેચ રમ્યો હતો. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં વરસાદને કારણે તેણે બોલિંગ કરી ન હતી.

બીજી મેચમાં, તેણે ચાર ઓવરમાં 60 રન આપ્યા અને પછી તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેના નો-બોલ અને એક ઓવરમાં 27 રન આપ્યા હતા જેને કારણે ભારતને હાર મળી હતી. તે પછી ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટી-20 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં બિશ્નોઈને સામેલ કરાયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *