કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો
આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10 થી 12 તારીખ દરમિયાન 10 તારીખના રોજ બપોર બાદ સોમનાથ ખાતે પહોંચ્યા ત્યાં રાત્રે રોકાણ કરશે અને ત્યારબાદ બીજા દિવસે સોમનાથ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રાજકોટ ખાતે રિઝનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મુકશે અને 12 તારીખના રોજ અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
કાર્યક્રમની વિગતો મુજબ, શનિવાર, 10 જાન્યુઆરીના રોજ બપોરે 14:30 કલાકે દિલ્હી એરપોર્ટથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે. સાંજે 16:25 કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થયા બાદ, ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ જવા રવાના થશે.સાંજે 17:35 કલાકે સોમનાથ હેલિપેડ પર ઉતરાણ કર્યા બાદ રોડ માર્ગે સર્કિટ હાઉસ પહોંચશે. પ્રથમ દિવસે સાંજે 17:45 થી 18:45 દરમિયાન એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રિ રોકાણ સોમનાથ ખાતે જ રહેશે.
રવિવાર, 11 જાન્યુઆરીએ . સવારના પ્રારંભે મહાનુભાવ સોમનાથ મંદિરના સાનિધ્યમાં શિશ ઝુકાવશે. સવારે 09:45 કલાકે સોમનાથ મંદિરે આગમન થશે, જ્યાં અડધો કલાક જેટલો સમય પૂજા-અર્ચના અને દાદાના દર્શનમાં વ્યતીત કરશે. 10:25 થી 10:45 દરમિયાન ’શૌર્ય યાત્રા’માં સહભાગી થશે. ત્યારબાદ સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી સોમનાથ ખાતે જ એક વિશાળ જાહેર કાર્યક્રમને સંબોધિત કરવામાં આવશે.સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કરી બપોરે 12:15 કલાકે હેલિકોપ્ટર મારફતે ફરી રાજકોટ તરફ પ્રસ્થાન કરવામાં આવશે. રાજકોટ હેલિપેડથી સીધા જ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે. બપોરે 13:35 કલાકે પ્રદર્શન અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બપોરે 14:00 કલાકે ’વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (કચ્છ અને સૌરાષ્ટ્ર)’નો ભવ્ય પ્રારંભ થશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
રાજકોટના કાર્યક્રમો સંપન્ન કરી, બપોરે 15:55 કલાકે રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.
અમદાવાદ પહોંચ્યા બાદ સાંજે 17:00 કલાકે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. એક કલાક સુધી આશ્રમમાં રોકાણ કર્યા બાદ તેઓ રોડ માર્ગે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચશે. 12 તારીખના રોજ અમદાવાદ ખાતે જર્મનીના ચાન્સેલર ફેડરીચ મર્ઝ અમદાવાદ ખાતે આવેલી છે તેમનો એરપોર્ટ ખાતે વડાપ્રધાન સ્વાગત માટે રહેશે અને ત્યારબાદ બંને નેતાઓ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોની મુલાકાત લેશે અને ત્યારબાદ બોપરે મહાત્મા ગાંધી ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સબંધ, વેપાર, ઋઝઅ અને રણનીતિક સહયોગ મુદ્દે થશે વાતચીત થશે અને ત્યારબાદ સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થશે
