વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે આવશે, હાઇલેવલની બેઠક યોજાઇ

આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવ વચ્ચે તૈયારીઓના ભાગરૂૂપે હાઈલેવલ બેઠક યોજાઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ…

આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવ વચ્ચે તૈયારીઓના ભાગરૂૂપે હાઈલેવલ બેઠક યોજાઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં વડાપ્રધાનના પ્રવાસની રૂૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ ખામી ન રહે તે માટે વિવિધ વિભાગોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવા અંગે નિર્દેશો આપવામાં આવ્યા હતા.રાજકીય દ્રષ્ટિકોણથી પણ આ બેઠક ઘણી મહત્વની હતી, જેમાં ભાજપની જિલ્લા ચૂંટણી પાંખના સભ્યો, સંગઠનના અગ્રણી હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા, ભીડનું સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય આયોજન બાબતે સંગઠનના સ્તરે કેવી કામગીરી કરવી તે અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન દ્વારા નવસારીને કોઈ મોટી ભેટ મળે તેવી પણ અટકળો ચાલી રહી છે. નવસારી વહીવટી તંત્ર દ્વારા આ પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરના માર્ગોનું સમારકામ, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓને લઈને કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત સાથે જ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં વડાપ્રધાનની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપનું સંગઠન આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે કમર કસી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત નવસારીના વિકાસના કામોને નવી ગતિ આપશે તેવી ધારણા છે. તંત્ર અને સંગઠનનું સંકલન આ પ્રવાસને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આવનારા થોડા દિવસોમાં વડાપ્રધાનના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે, ત્યારબાદ સમગ્ર નવસારી જિલ્લામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *