વડાપ્રધાન મોદી કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

કાલે રાત્રે જામનગરમાં આગમન, રવિવારે વનતારાની મુલાકાત લઇ સાસણમાં રાત્રી રોકાણ, સોમવારે સોમનાથ દાદાના કરશે દર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ…

કાલે રાત્રે જામનગરમાં આગમન, રવિવારે વનતારાની મુલાકાત લઇ સાસણમાં રાત્રી રોકાણ, સોમવારે સોમનાથ દાદાના કરશે દર્શન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહયા છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યુ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આવતીકાલે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. અને ત્યાર બાદ રવિવારની વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાં બપોરે ભોજન લીધા બાદ તેઓ સીધા જ સાસણ જવા માટે રવાના થશે.અને ત્યાં સિંહ દર્શન કરશે તેમજ રાત્રી રોકાણ પણ સાસણ ખાતે જ કરશે. સોમવારે વહેલી સવારે સોમનાથ જવા માટે રવાના થશે.

સૂત્રોમાંથી વધુ મળતી માહિતી પ્રમાણે સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ તેઓ સીધા જ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ 2:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના કાર્યક્રમને લઈ સૌરાષ્ટ્રભરની પોલીસ અલગ-અલગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા મોટાભાગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવશે.

વડાપ્રધાનની મુલાકાતના પગલે વહીવટી તંત્ર તૈયારીમાં જોડાયું છે અને સુરક્ષા માટે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાતમાં મૂકવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના મહેમાન બને અને રિલાયન્સમાં વનતારાની મુલાકાત લેશે, તેમ જાણવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાની મુલાકાત દરમિયાન 1લી તારીખે વડાપ્રધાન હવાઈ માર્ગે સીધા જામનગરના એરપોર્ટના હવાઈ મથકે આવી પહોંચે. ત્યારબાદ તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવનાઓ છે.

જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના રૂૂટને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ ઉપર બેરીકેટિંગ વગેરે શરૂૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરીનું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે તેમજ જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ તૈયારીમાં જોડાઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાસણ મુલાકાતે આવવાના હોવાથી જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં સુરક્ષા સાથે કામચલાઉ પ્રધાનમંત્રી કાર્યાલય પણ બનાવાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સોમનાથમાં પણ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 માર્ચે સાસણગીર અભયારણ્ય પહોંચશે. વિશ્વ વન્યજીવન દિવસ માત્ર 3જી માર્ચે ઉજવવામાં આવે છે. અહીં તેમના રોકાણ માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જોકે PMO અને રાજ્ય સરકાર દ્વારા તેની પુષ્ટિ કરવાની બાકી છે. વડાપ્રધાન ગીર સોમનાથની મુલાકાત દરમિયાન રૂૂ. 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોકાર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *