ગુજરાતમાં શાકભાજી, ખાંડ, ચા અને ફરસાણના ભાવ આસમાને

ગૃહિણીઓનુ રસોડાનું બજેટ ખોરવાયું, વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરવામાં આવ્યાના પણ આક્ષેપો ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે બજારમાં લીલા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો…

ગૃહિણીઓનુ રસોડાનું બજેટ ખોરવાયું, વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરવામાં આવ્યાના પણ આક્ષેપો

ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે બજારમાં લીલા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે અને ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ કેટલાક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરીને ભાવવધારો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

હાલ રિટેઇલ બજારમાં આદુ રૂૂ. 300 પ્રતિ કિલો, કોથમીર રૂૂ. 250 પ્રતિ કિલો અને ટમેટાં રૂૂ. 80 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. ગવાર, ચોળી, ટીંડોળા અને કંકોડા જેવા શાકભાજીના ભાવમાં પણ મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂૂ. 40 પ્રતિ કિલો મળતું આદુ હવે રૂૂ. 300 પ્રતિ કિલો સુધી પહોંચતા ગ્રાહકો પર મોંઘવારીનો સીધો બોજ પડ્યો છે.શાકભાજી ઉપરાંત દૈનિક વપરાશની અન્ય વસ્તુઓમાં પણ ભાવવધારો નોંધાયો છે. જેમાં ખાંડ: પ્રતિ કિલો રૂૂ. 3નો વધારો થતાં ભાવ રૂૂ. 49 પ્રતિ કિલો થયો છે. જયારે બ્રાન્ડેડ ચા પત્તી: પ્રતિ કિલો રૂૂ. 30નો વધારો થતાં રૂૂ. 540ની ચા હવે રૂૂ. 570 પ્રતિ કિલો મળી રહી છે.

ફરસાણના ભાવમાં પણ તેજી આવી છે. ચણાના લોટ અને ખાદ્યતેલના ભાવ વધતાં ફરસાણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ફાફડા અને વણેલા ગાંઠિયા: રૂૂ. 600થી 850 પ્રતિ કિલો જયારે ચોળાફળી: રૂૂ. 450થી 500 પ્રતિ કિલો અને નાયલોન ખમણ: રૂૂ. 300 પ્રતિ કિલો તથા વાટીદાળના ખમણ: રૂૂ. 300 પ્રતિ કિલોના ભાવે વેચાય રહ્યુ છે.

ગૃહિણીઓનું કહેવું છે કે રોજબરોજની જરૂૂરી વસ્તુઓના સતત વધતા ભાવને કારણે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બન્યું છે. શાકભાજી ઉપરાંત નાસ્તા, ચા અને ફરસાણના વધેલા ભાવોનો સીધો બોજ મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારો પર પડી રહ્યો છે. કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બજારમાં પૂરતી દેખરેખ ન રાખવાના કારણે કેટલાક વેપારીઓ મનમાની ભાવવધારો કરી રહ્યા છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ભારે વરસાદને કારણે પુરવઠામાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવમાં વધારો સ્વાભાવિક છે.

જો વરસાદી પરિસ્થિતિ યથાવત રહેશે અને બજારમાં આવક સામાન્ય નહીં બને, તો આગામી દિવસોમાં શાકભાજી તેમજ દૈનિક વપરાશની અન્ય વસ્તુઓના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય શાકભાજીના ભાવ
આદુ – 300
કોથમીર – 250
કંકોડા – 220
ચોળી – 200
ગવાર – 160
ટીંડોળા – 140
દેશી કાકડી – 140
મેથી – 120
ભીંડા – 120
ટમેટાં – 80
બટાકા – 40
ડુંગળી – 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *